સંતરામપુર : ગ્રામસભા માં ગામલોકો એ પ્રશ્નો પુછતા સરપંચ, તલાટી પંચાયત કચેરી ને તાળું મારી રવાના..
મહિસાગર જીલલાના સંતરામપુર તાલુકા ના બટકવાડા ગ્રામ સભા માં ગામલોકો એ પ્રશ્નો પુછતા
સરપંચ, તલાટી પંચાયત કચેરી ને તાળું મારી રવાના થઈ ગયા…
તાજેતરમાં સંતરામપુર તાલુકા ના બટકવાડા ગામે બટકવાડા ગ્રામ પંચાયત ની ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગ્રામસભામાં સરપંચ અને તલાટીએ વિકાસનાં કામો ની એજન્ડા નું વાંચન કરેલ ને
ગ્રામ સભા માં ઉપસ્થિત રહેલ ગ્રામજનો દ્વારા આ બાબતે પ્રશ્ર્નો પુછતાં
ગ્રામજનો ના પ્રશ્નો અને રજુઆતો ને સાંભળ્યા વગર અને જવાબ આપ્યા વગર જ
મનસ્વી રીતે આ જવાબદાર સરપંચ અને તલાટીએ પંચાયત કચેરી ને તાળું મારી રવાના થઈ જતાં
ગ્રામસભા માં ઉપસ્થિત ગ્રામજનો માં સરપંચ અને તલાટી ના આવા વર્તણૂક સામે ભારે નારાજગી અને અસંતોષ જોવાં મળે છે
અને આ અંગેની તપાસ કરવાની માંગ ઊઠેલ જોવાં મળે છે.
તેજ રીતે સંતરામપુર તાલુકાના ખેરવા ગ્રામ પંચાયત ની ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું
અને આ ગ્રામસભામાં ગામ માં એક જ વ્યક્તિ ને પ્રધાનમંત્રી આવાસ અને ડોક્ટર આંબેડકર આવાસ નો લાભ અપાયેલ છે કે કેમ?
અને આ આવાસો ની આકારણી કેવી રીતે થઈ તેની રજુઆતો થતાં ઉપસ્થિત તલાટી મુંઝવણમાં મુકાઈ ગયેલ જોવાં મળતાં હતાં.
ગ્રામ સભા માં થયેલ આ રજુઆતો માં તથ્ય સબંધી ની તપાસ જીલ્લા વહીવટી તંત્ર ને સ્થાનિક તાલુકા પંચાયત કચેરી દ્વારા કરાવાય તેવી લોક માંગ ઉઠેલ છે.
સંતરામપુર તાલુકા માં હીરાપુર ગ્રામ પંચાયત માં સરકારી વિવિધ યોજના ની અને પ્રધાનમંત્રી આવાસ તેમજ નાણાપંચની જોગવાઈ હેઠળ ના મંજુર થયેલ અને થયેલ કામો ની તેમજ એટીવીટી હેઠળ ના કામો ની તપાસ કરાય
અને
આ કામગીરીમાં ડુપ્લીકેટ કામો થયેલ છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ કવોલીટી કંટોલ સ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલીક સરકાર દ્વારા અને વિભાગ ની ટીમ દ્વારા તપાસ કરવા માં આવે તો ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ લોકમુખે ચર્ચાઈ રહેલ છે.