ગૌરીવ્રત : ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ.. 

ગૌરીવ્રત : ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ.. 

ગૌરીવ્રત : ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ..

ગૌરીવ્રત : ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ.. 
ગૌરીવ્રત : ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ..

ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે. ભારત વર્ષમાં જન્મ મળવો દુર્લભ છે. જ્યાં ભગવાને અવતાર ધારણ કર્યાં છે. એ ભૂમિમાં ઋષિમુનીઓએ

સાધના/તપસ્યા કરીને સ્વાનુભવથી ઊભી કરેલી સંસ્કૃતિ છે. એમાં ઈશ શક્તિની કૃપા છે. માનવ જીવન કેવી રીતે જીવી શકાય..? એનું ભાથું સમાયેલું છે.
પ્રકૃતિ, પશુપંખી, જળ અને ચૈતન્ય શક્તિનો આદર થાય. અને નિર્માણ થાય એ મહત્વનું છે. માનવ જીવન સહેલું બનીને ઈશ શક્તિ તરફ વળે, એવા અગત્યના આદરો જીવનમાં વણાવવા જોઈએ.
માનવ જીવનના સુખાકારી માટે ઋષિમુનીઓએ ઋતુ પ્રમાણે વાર-તહેવાર તેમજ ઉત્સવોની ગોઠવણ/વ્યવસ્થા દર્શાવી. આહાર-વિહાર, કેળવણી,

આયુર્વેદ, યોગ, કળા/કલા, વ્યવહાર, વ્યવસાય, વ્યવસ્થા, રીતિનિતી, પ્રામાણિકતા, પરિશ્રમ, લાગણી, સર્જન, વિસર્જન, વિશ્વાસ જેવા અનેક સદગુણો સમાવેશ થયો છે.
એકધારું જીવન જીવનાર મનુષ્યના જીવનમાં અસ્વસ્થા, નિરાશા થકી નાસીપાસ ન થાય. અને ઉત્સાહ, આનંદ કાયમ જળવાઈ રહે તો જીવન જીવવાના માર્ગો બતાવ્યા છે.
દરેક કે દરેકની ગોઠવણ એટલી સુવ્યવસ્થિત છે, કે જીવન જીવી જણાય. વડીલો માટે ભજન કીર્તન, યુવાનો/યુવતીઓ રાસ ગરબા, નાની ઉંમરના માટે શું…???
તેથી અષાઢ માસની સુદ તેરસથી અષાઢ વદ બીજ તહેવારોમાં ગૌરીવ્રતના તહેવારનું મહત્વ દર્શાવ્યું છે.
7 થી 14 વર્ષની ઉંમરે શરીરના બંધારણમાં ફેરફારો આવે છે. તન-મનમાં નવી-નવી જાગૃતિ પેદા થાય. આ ઉંમર જ એવી છે. જીવન ભાવનાના વળાંકો આવે છે.

આવા જાગૃત વળાંકો સદ્દમાર્ગોનું વલણ ધરાવે એ મહત્વનું છે. આ સમયે બાલિકાઓ શિવ-પાર્વતી કથાઓનું વાંચન કરે, પાલન કરે, તેમજ પૂજન-અર્ચન થકી,

ભાવપૂર્ણ અર્થગ્રહણ કરી જીવન કૃતાર્થ કરી શકે. ભાવનાઓ સદ્દકર્મો કરીને પ્રકૃતિ અને સંસ્કૃતિ તરફે વાળવી જોઈએ. શરૂઆતથી જ બાલિકાઓનું યોગ્ય ઘડતર ઘડાવવું જોઈએ.

અધકચરા કે અજ્ઞાનમાં જિંદગી ન હોમવવી જોઈએ.
જીવન ઘડતરમાં પહેલા પાઠમાં પ્રકૃતિ અને સંસ્કૃતિની ભાવના સ્થિર થવી જોઈએ. આ માટે બાલિકાઓ માટી,

પાંદડાના પડીયા કે વાંસની ટોપલીમાં સાત પ્રકારના અનાજ વાવીને પૂજન અર્ચન કરે. વનસ્પતિ અને જળ જ આપણું જીવન છે.

આપણને અતિ ઉપયોગી છે. એનું જીવનમાં મહત્વ જીવનમાં ઉતરે. એ સમજણ પાકી થાય. સાથે શિવજી અનંત, અજર-અમર છે.

એમનું પૂજન-અર્ચન કરી કૃતાર્થ થાઉં. તેમજ ચૈતન્ય શક્તિનો આદર થાય.
પાર્વતીએ શિવજીને પસંદ કર્યા, ત્યારે પરિવારજનો અને સગાં વ્હાલાએ ખુબ વિરોધ કર્યો. શિવજી પાસે શું છે..?

એમનાં માતા-પિતા કે કોઈ પરિવાર નથી, એ તો સ્મશાનમાં વાસ કરે, ભૂંતડાંનું મિત્ર મંડળ છે. કોઈ મિલકત-મકાન નથી.

આવા, યુવાનને પસંદ કરીને સરવાળે દુઃખી થઈશ.
એમની જટામાંથી ભગીરથી રૂપ ગંગા વહે છે. ભાલ પર ચંદ્ર ધારણ કર્યો છે, ત્રિનેત્ર ધારી દીર્ઘદ્રષ્ટા છે. જ્ઞાની છે.

આનાથી વિશેષ શું જોઈએ મને..??? પ્રત્યુત્તર કહ્યું. લગ્ન તો એમની સાથે જ કરીશ.
આજકાલ કુંવારીકાઓ ગાડી, બંગલો, દેખાવ, મિલ્કત, બીજા કોઈ ભાઈ- બહેન તો નથીને, આ જુએ છે.

છોકરાના સદગુણો નથી જોવાતાં. પછી પાછળથી પસ્તાવો કરે.
વ્રત થકી મારું અને મારા પરિવારનું દીર્ઘાયુ માગું એટલી પરિપકવ બનું. દાંમ્પત્ય જિંદગી નકળું ભોગવાદી ન બને.
આમ, પ્રકૃતિ પશું-પંખી, જળ શક્તિ સાથે ચૈતન્ય શક્તિનો વિવેક પૂર્ણ આદર, માનવ જીવન ઉત્કૃષ્ટ બનાવે છે.
સાથે વ્રત ઉપવાસકારી હોઈ, બાલિકાઓ મીઠા વગરનો એક્વાર મોળો આહાર ( ફ્લોનો આહાર) લે છે.

જીવનમાં કદીક આપત્તિઓ આવી પડે, તો જીરવવાનો અને સામનો કરવાનો હાંસલો મજબૂત બને.

સંઘર્ષ સાથે જીવી જવાનો આત્મવિશ્વાસ કેળવાય.
હવે તો સાપ ગયાને લિસોટા રહ્યા, એવી સ્થિતિ ભાસે છે. મૂળ હાર્દ ભુલાઈ ગયું, ફેશન, દેખાદેખી,

ભૌતિક સગવડમાં ભેરવાઈ ગયું.
દૂધ તો દૂધ જ છે. મસાલો નાખીએ, એ પૂરક સ્વાદ છે. મસાલાથી મૂળ દૂધના ગુણોમાં કોઈ ફેરફાર નથી આવતો.

મસાલા વગરનું દૂધ પણ એટલું જ ગુણકારી છે. આમ, ગૌરીવ્રતમાં વધારાના મસાલાઓ નાખીને અસલ ભાવનાઓ ખલાસ કરી,

ભોગવાદી વ્રતો ઉજવાય છે.
આમ, ભોગવાદી વ્યવહાર વધતાં સાચી વ્રત ભાવના મૃત: પાય થવા લાગી, માનવ જીવન સંસ્કૃતિ અને પ્રકૃતિથી વિખુટું પડતું જાય છે.

આખરે તો નુકસાન માનવને જ આવે છે, ભોગવવું પડે છે. અને ભોગવે છે.
મોટા ભાગના તહેવારો અને ઉત્સવો આમ ભોગવાદી રૂપે ઉજવાય છે.

સાચી સમજ કેળવી પ્રકૃતિ અને સંસ્કૃતિના ધારાધોરણો મુજબ જીવન નિર્વાહ કરવો રહ્યો.

ડૉ. સુરેશભાઈ એચ. પટેલ.
લુણાવાડા. મહીસાગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp