પંચમહાલ : કરાના મુવાડા ગામે બે ઈસમોએ ખેતરમાં કરંટ મુકતા ૨૬ વર્ષીય યુવાનનુ મોત….
કાલોલ પોલીસ મથકે રવીન્દ્રકુમાર સોમસીંહ સોલંકી . રે.ખોડીના મુવાડા,તા.કાલોલ દ્વારા નોંધાયેલ ફરીયાદ મુજબ
તેઓ ફોરેસ્ટ વિભાગ મા બીટ ગાર્ડ તરીકે કડાણા ખાતે ફરજ બજાવે છે. ગત તા. ૦૧/૦૬/૨૦૨૩ ના રોજ તેઓની માતાનો ફોન આવ્યો હતો.
જેમાં જણાવેલ કે, તેના નાનાભાઈ સુનીલકુમાર ની લાશ જયેન્દ્રસિંહ અર્જુનસિંહ રાઠોડ રે. સાતમણા નાઓના બાજરીના ખેતરમાં થી મળેલ છે
જેથી તે સમયે પોલીસ ને જાણ કરતા કાલોલ પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
કરાના મુવાડા ગામે આવેલ કનકસિંહ ઊર્ફે કનુ નટવરસિંહ ચૌહાણ ના મગફળી વાળા ખેતરની આસપાસ કરેલ તારની વાડ પાસે
દિલિપસિંહ છત્રસિંહ ચૌહાણ અને છત્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણે કનકસિંહ ના
ભાગિયા તરીકે મગફળી નો પાક
કરી એલ આકારમાં પૂર્વ-દક્ષિણ ખૂણા મા મગફળી ફરતે તારની વાડ કરી
ઈલેક્ટ્રિક કરંટ મુકતા આ ઇલેક્ટ્રિક કરંટ ને કારણે કોઇ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેવું જાણવા છતાં પણ
બન્ને ઈસમોને મગફળીના પાકને ફરતે ઇલેક્ટ્રિક કરેટ મુકતા સુનીલકુમાર સોમસિંહ સોલંકી ઉ. વ.૨૬ ને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજયું હતું.
જૈ બાદ મરણ જનાર સુનીલકુમાર ની લાશ ને બંને ભેગા મળીને
જ્યેન્દ્રસિહ અર્જુનસિંહ રાઠોડ
રે.સાતમણા નાઓના બાજરીના ખેતરમાં મુકી આવ્યા હતા
અને આમ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો..
મરણ જનાર ના મોતનુ ચોક્કસ કારણ આવતા ફરીયાદી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા આવતા
પોલીસે આરોપીઓ પકડવાની કવાયતો તેજ કરી છે.