મહીસાગર : કડાણા તાલુકાના દધાલીયા પંચાયતમાં સરપંચ દ્વારા તલાટીની ખોટી સહી કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો..
દધાલીયા પંચાયત મા તલાટીની ખોટી સહી કરી
મહિલા સરપંચ અને તેના પિતા દ્વારા ૧.૨૦ લાખ રૂપિયા રોકડ ઉપાડ્યા હોવાની
પોલીસ તપાસ માટે તલાટીએ પોલીસ મથકે અરજી આપી હતી..
પોલીસ દ્વારા આ અંગે તાલુકા વિકાસ અધિકારી,
તલાટી અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મા સહી ની ખરાઈ બાબતે તપાસ આરંભી હતી
ત્યારે B.G.G.B. (મલેકપુર) શાખાના મેનેજરે તલાટી ની સહીમાં ડિફરન્સ આવતું હોવાનું કબલ્યું હતું
અને આ અંગે પોલીસ ને માહિતી આપી હતી મેનેજરે જણાવ્યું હતું કે તલાટીની સહી મા ડિફરન્સ આવે છે.
તલાટી ની સહી માં જો ડીફરનસ આવતો હોય તો પછી બેંકે ચેક સ્વીકારી ને ચેક ના નાણાં કેવી રીતે ચુકવ્યા…?
તે પણ એક તપાસ નો વિષય બન્યો છે.
આધટના મા કડાણા પોલીસ દ્વારા સરકારી નાણાં
સરપંચે આ ચેક તેના પિતાનાં નામનો અને તલાટી ની સંમતિ વગર ગેરકાયદેસર રીતે આપી
ને સરપંચ દ્વારા તેમના પિતા જોડે મલી ને સત્તાનો દુરૂપયોગ કરી ને
પંચાયત ધારાની જોગવાઈઓ નો ભંગ કરેલ હોઈ
આ દધાલીયા ના સરપંચ સામે નિયમોનુસાર ની કાર્યવાહી કરવામા આવે તેવી
મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કડાણા ના સત્તાધીશો દ્વારા તેઓ ને રજુઆત કરાયેલ હોવા છતાં
કેમ તપાસ હાથ ધરાતી નથી
અને આ કૌભાંડ ને ઉચાપત કરનાર
સરપંચ અને તેમના પિતા ને કોના ઈશારે બચાવવા નો પ્રયાસ કરાઈ રહ્યો છે???
દેશના વડાપ્રધાન ભષ્ટ્રાચાર દુર કરવા કટિબદ્ધ છે
અને ગુજરાત સરકાર પણ ભષ્ટ્રાચાર મુક્ત ગુજરાત ની વાતો અને ગુલબાંગો પોકારે છે
ત્યારે આ દધાલીયા ગ્રામપંચાયતના દેખીતાં ભષ્ટ્રાચાર ના બનાવ માં
રાજ્ય નું ગૃહ વિભાગ સક્રિય થઈ ને ગુનો નોંધી ને
આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ને સુપ્રત કરે-કરાવે તેવી માંગ ઉઠી છે.
આ પ્રકરણમાં જો ગૃહ વિભાગ તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી ને કડાણા પોલીસ દ્વારા
ત્વરીત ગુનો નોંધી ને આરોપી ઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવા માં આવે તો
દધાલીયા ગ્રામજનો દ્વારા કોર્ટ નો સહારો લેવામાં આવે તો નવાઈ નહીં ગણાય..તેવુ ચર્ચાઈ રહેલ છે..!!???
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના
દધાલીયા પંચાયતમાં સરપંચ કેલાસબેન અને પિતા અરવિંદભાઈ વાગડીયા દ્વારા
પંચાયના બેન્ક એકાઉન્ટ મા પડેલ સરકારી નાણામા તલાટીની ખોટી સહી કરી
ઉચાપત અને વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો
તત્કાલિન તલાટી કમ મંત્રી એન.એમ.ભામાત અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા..
તલાટીએ ૨૯ ઓગસ્ટ ના રોજ આ બાબતે તપાસ માટે પોલીસ મથકે અરજી આપી હતી
જયારે ગ્રામજનોએ વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય અને જીલ્લા વિકાસ અધિકારી મહીસાગર ને
આ ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ માટે અરજી કરવામાં આવી છે..
બન્ને અરજી આપ્યાના ૧૫ દિવસ બાદ પણ ધીમી ગતિએ ચાલતી તપાસને લઈ
આ કેશમાં ભીનું સંકેલાયું હોવાની આશંકા ઓ ઉઠવા પામી હતી
ત્યારે ૧.૨૦ લાખ રૂપિયા રોકડ ઉપાડવા મા તલાટી ની સહી અંગે
મલેકપુર શાખાના બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર દ્વારા ચોકાવનારી વિગતો આપી હતી..
મેનેજરે જણાવ્યું હતું કે,
આ બાબતે પોલીસ પૂછપરછ માટે આવી હતી
અને દધાલીયા પંચાયતના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ અને ચેકની ઝેરોક્ષ લઈ ગયા છે.
સહીના નમુના ની ખરાઈ કરતા સહીમાં થોડી વિસંગતા આવી રહ્યું હોવાનું જણાય રહ્યું છે..
તલાટી ની સહી એકદમ મેચ થતી નથી.. હોવાનો ખુલાસો કર્યો હતો..
બેન્ક મેનેજરના આ સ્ટેટમેન્ટ તલાટીના આક્ષેપ સાચા હોવાનો ઈશારો કરી રહ્યો છે.
ત્યારે બીજી તરફ વિકાસ કમિશ્નર ની સુચના મુજબ
દધાલિયા પંચાયત મા થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ વર્ગ ૧ કક્ષા ના અધિકારીઓ ને શોપવામાં આવી છે
ત્યારે ૧૫ દિવસ વીતવા છતાં દધાલિયા પંચાયત મા,
તાલુકા કે જીલ્લાના કોઈ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં ના આવતા
આ તપાસ મા ભીનું સંકેલ્યું હોવાની શંકાઓ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જે તે સમયના દધાલીયા ગ્રામ પંચાયતના તલાટી એન.એમ.ભમાતે
કડાણા પોલીસ મથકે લેખિતમાં ફરીયાદ નોંધાવી છે
તે ફરીયાદ સંબંધી કડાણા પોલીસે કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક ગુનો નોંધી ને
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ
પરંતુ આ સરકારી નાણાંની ઉચાપત ના બનાવ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા
સરપંચ અને તેમના પિતા સામે આજદિન સુધી કડાણા પોલીસે શા માટે ગુનો દાખલ કરેલ નથી..?
તે એક ચર્ચાનો વિષય બનેલ છે..
ત્યારે આ ઘટના માં કડાણા પોલીસ ની કામગીરી ને કાર્યવાહી શંકાસ્પદ
ને કોઈ ના દબાણ હેઠળ કરવામાં આવતી હોવાની
આ વિસ્તાર ની પ્રજાજનો માં ચર્ચાઈ રહેલ જોવાં મળે છે.
દધાલીયા ગ્રામ પંચાયતના જે-તે સમય ના તલાટી ભમાતબેને આપેલ લેખિત ફરીયાદ સંદર્ભ મા
કડાણા પોલીસ દ્વારા હજુ સુધી ગુનો દાખલ નહીં
કરાતાં કડાણા પોલીસ ની આવી કામગીરી ની ઉચ્ચકક્ષાએ થી તપાસ કરવાની માંગ સાથે
રાજયના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી તેમજ
તકેદારી આયોગ અને અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ તેમજ
ડીજીપી ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મેં રાઠોડ પ્રદ્યુમ્નસિંહ રહેવાસી નાની ખરસોલી મેં મારાં ગામ ની ગ્રામ પંચાયત માં આર ટી આઈ દાખલ કરેલ ને બે વર્ષ થયા પણ કોઈ જવાબ નથી ને અપીલ પણ કરેલ છે તેનો પણ જવાબ નથી આવા ભષ્ટ અધિકરીયો પંચાયત માં આવેલ ગ્રાન્ટ ને નાના કામ કરી મોટા બિલ બનાવી તેમજ એક કામ ત્રણ વખત બતાવી આવેલ સરકારી ગ્રાન્ટ ને સગે વગે કરી રહ્યા છે જો આ પોપડો ઉખડે તો મસ્ત મોટું હાથ આવે તેમ છે તો પેપર માં ચડાવો