લગ્નના વચન બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે ગતરોજ એક મહત્વનો ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, પુખ્ત વયના હોય તો લગ્નની લાલચે પોતાને સરેન્ડર ન કરી શકો,

બંને પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે લગ્નના વચન પછી શારીરિક સંબંધ બંધાયા હોય અને પાછળથી લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધાવી શકાય તેવો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાતની વડી અદાલતે આપ્યો છે.

અમદાવાદનાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાને ટાંકીને આ ચુકાદો આપવામાં આવ્યો છે.

જેમા જણાવાયુ હતું કે, જો યુવક અને યુવતી પુખ્તવયના હોય અને સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હોય તો બાદમાં તેને દુષ્કર્મ ન કહી શકાય.

લગ્નની લાલચ આપીને બંધવામાં આવેલા શારીરિક સંબંધો પર અમદાવાદની એક મહિલાનો કેસ ચાલી રહ્યો હતો.

જેમાં કોર્ટે સુનાવણીમાં એવું પણ જણાવ્યુ કે, એક દિવસ અગાઉ ઓડીસા હાઈકોર્ટે પણ આવો જ એક ચુકાદો આપ્યો હતો.

મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો હતો કે, તેણે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યુ કે,

જો પુખ્તવયના યુવક યુવતી લગ્નની કે કોઇપણ અન્ય લાલચ આપીને પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધો બાંધે છે

તો મહિલા તેની પણ બળાત્કારની ફરિયાદ ન કરી શકે. તેની પર કલમ 376 ન લાગી શકે.

મહિલાએ પોતાની ઈચ્છા સાથે શારિરીક સબંધો બાંધ્યા હોય તો એ દુ્ષ્કર્મ ગણી શકાય નહીં,

હાઇકોર્ટે વધુમાં આ અંગે જણાવ્યુ કે, ‘આ કેસમાં સામે આવેલા તથ્યો પરથી અરજદાર આરોપી સામે કોઇ કેસ બનતો જણાતો નથી.

તેથી તેની સામે કેસ ચલાવવાનો કોઇ આધાર નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આરોપીની ગુનો કરવાની માનસિકતા હતી એવું પણ જણાતું નથી.

આ કેસ સંમતિથી બંધાયેલા શારીરિક સંબંધનો છે. તેથી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અરજદારની ડિસ્ચાર્જ અરજી રદ કરતો જે આદેશ કર્યો છે તેને રદ કરવામાં આવે છે.

ગુજરાત યુનિ. પોલિસ સ્ટેશનમાં કલમ 376 હેઠળ નોંધાયેલી ફરિયાદ પણ રદ કરવામાં આવે છે અને આ ફરિયાદમાંથી આરોપીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp