પિઠાઈ થી સરાલી હાઇવે ને જોડતો રોડ બિસ્માર હાલતમાં
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામ થી સરાલી તેમજ અમદાવાદ ઈન્દોર હાઇવે ની જોડ તો બે કિલોમીટરનો રોડ અત્યંત બીસમાર હાલતમાં થઈ જતા
અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી બેઠવી પડી રહી છે
પીઠાઈ ગામમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ નોકરી ધંધા અર્થ અને ખેતી વિશે કામો માટે નાગરિકો કઠલાલ અને અમદાવાદ તરફ જતા હોય છે
કઠલાલ તરફ આવવાનો રોડ સારી સ્થિતિમાં છે પરંતુ પીઠાઈ થી અમદાવાદ ઈન્દોર હાઇવે અને સારાલી કે છીપડી તથા હળદર વાસ તરફ જવાનો
તેમજ અમદાવાદ તરફ જવાનો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે
આ રોડ પાસે લગાવેલ બોર્ડ ઉપરથી જાણવા મળે છે કે ગામ સડક યોજનામાં બે કિલોમીટરની લંબાઈ ધરાવતા
આ રોડ માટે112.02 લાખની રકમનું ટેન્ડર મંજૂર થયું હતું અને કામ શરૂ કરવાની તારીખ 31 3 2022 તથા કામ પૂર્ણ કરવાની તારીખ 31 12 2021 જોવા મળી રહી છે
જો આ બોર્ડને સાચું માનીએ તો આ રોડ બને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી અને આ રોડ તદ્દન બિસ્માર અને ઉખડખાબડ થઈ ગયો છે આ રોડ પરથી અનેક નાના મોટા વાહનો પસાર થતા હોય છે
ત્યારે ધૂળની ડમરીઓ પણ ખરાબ રોડના કારણે ઉડે છે
અને રોડ ઉપર પડેલ નાના-મોટા ખાડાઓના કારણે વાહનો તેમજ વાહન ચાલકોને નુકસાન કે અકસ્માત થવાની પણ સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે
જો કોઈ ફોરવીલ કે ભારવાહક વાહન જતું હોય અને તેની પાછળ કોઈ બાઇક ચાલક કે રાહદારી જતો હોય
તો ઉડતી ધૂળની ડમરીઓના કારણે આગળ જવું મુશ્કેલ થઈ જાય છે
અને અકસ્માતની પણ સંભાવનાઓ વધી જાય છે
સમગ્ર મામલે પીઠાઈના સરપંચ સતિષભાઈ પટેલે જણાવ્યું હતું કે રોડ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે
કામ ચાલુ કર્યું હતું પરંતુ વરસાદ પછી કામ બંધ રહ્યું છે
ત્યારબાદ રજૂઆતો કરી પરંતુ કોઈ રીઝલ્ટ મળ્યું નથી અડધું રોડ બન્યું અને વરસાદ પડતા કામ બાકી રહી ગયું
એક વર્ષ પૂર્ણ અને રોડ ઉખડી પણ ગયો ફરી બનાવવો પડે તેવી હાલત છે
જ્યારે પીડબલ્યુડીના કેતનભાઇ પરીખે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે મેટલીંગની કામગીરી પૂર્ણ કરેલ છે
પરંતુ આગળની કામગીરી માટે સૂચના આપવા છતાં કોન્ટ્રાક્ટર આવતા ન હતા. કોન્ટ્રાક્ટરને બે વખત નોટિસ પણ અપાય છે
રિપોર્ટર ;પિંકલ બારીયા અમદાવાદ