કડાણા સંતરામપુર તાલુકાના લોકોમાં આક્રોશ
આદિવાસી સમાજમાં દાખલાઓ નહીં આપતા ઘેરા પ્રત્યાઘાત પંડ્યા
એક માસથી અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો છે
કડાણા તાલુકામાં અને સંતરામપુર તાલુકાના પશ્ચિમ ભાગના આદિવાસી સમાજમાં જાતિના દાખલાઓ નહીં આપતા હોય
આ વિસ્તારના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતું પડેલા જોવા મળે છે
એલ આર ડી નર્સ ડ્રાઇવર કંડકટર વગેરેની પરીક્ષા આપીને પસંદગી પામેલા આદિવાસી સમાજના યુવકો અને યુવતીઓને તેમના જાતિના દાખલાઓની ખરાઈની કાર્યવાહી ત્વરિત નહીં કરવામાં આવતા
વિશ્લેષણ સમિતિની કાર્ય પદ્ધતિ સામે પણ આદિવાસી સમાજ માટેના ઘેરા પ્રત્યાઘાત પડેલા જોવા મળે છે
આ વિસ્તારની આદિવાસી પ્રજા તેમના આગેવાનો અને ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગત તારીખ 17 10 2022 થી દીવડા કોલોની ખાતે
મેદાનમાં આદિવાસી સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું છે
જેના ભાગરૂપે અ ચોક્કસ મુદતના ધારણાનો કાર્યક્રમ પણ શરૂ કર્યું હતું.
જે ધારણા નો કાર્યક્રમ આજે પણ આદિવાસી સમાજના યુવાનોએ પોતાની ન્યાય માંગણીયો ઉકેલાય તે માટે ચાલુ રાખ્યો છે
હાલ વિધાનસભાની ચૂંટણીની મોસમ પુર બહારમાં ખીલી છે
જેથી આદિવાસી ના જાતિના દાખલાઓનો મુદ્દો હલ પુનઃ ચર્ચામાં એરણે જોવા મળે છે
આદિવાસી ના દાખલા ના પ્રશ્નોને લઈને આદિવાસીઓમાં છુપો રોશ જોવા મળી રહે છે
અને જે ચૂંટણીમાં કોને અસર કરશે તે આગામી દિવસોમાં જણાઈ આવશે
હાલ તો આ મુદ્દો આ ચૂંટણીમાં ઉમેદવારોને દજાડે તેમ લાગી રહ્યું છે