સંતરામપુર : વેણા ગામે ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના ભાગ રૂપે આદિવાસી સમુદાય દ્વારા ઉજવણી કરાઈ..
મહિસાગર જીલ્લા ના સંતરામપુર તાલુકામા આવેલ
વેણા ગામે ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના ભાગ રૂપે આદિવાસી સમુદાય દ્વારા ઉજવણી કરાઈ..
સંતરામપુર તાલુકામા આવેલ વેણા ગામની વેણા માલ ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ના પ્રટાગણ મા
પંચમહાલ,દાહોદ અને મહિસાગર જીલ્લા ના આદિવાસી સમુદાયે વિશ્વ આદિવાસી દિવસ ના ભાગ રૂપે
સ્નેહમિલન નુ આયોજન કરેલ હતુ..
આ આયોજન ના મુખ્ય અધ્યક્ષ સ્થાન ગામના આગેવાન અને સામાજિક કાર્યકર એવા
માલ રણછોડભાઈ મોતીભાઈ એ સંભાળેલ.. આ સ્નેહ મિલન આદિવાસી એકતા સંમેલન મા આદિવાસીઓ ને પડતી તકલીફો,
તેઓના મુળભુત હક્કો, પોતાના અધિકારો અને સામાજિક જાગૃતતા લાવવા વિશે ની માહિતીઓ ની
આપ લે કરી ચર્ચા વિચારણાઓ કરાઈ.. અંતે સર્વે મળેલ સમુદાય ના લોકોએ નાસ્તો કરી આદિવાસી એકતા કાયમ રહે,
આદિવાસી જિંદાબાદ, અને જય જોહર- જય આદિવાસી…
ના નારાઓ લગાવી સમુદાયના લોકો એ કાર્યક્રમ ને વિરામ આપ્યો હતો..
🌹ઈશ્વરભાઈ માછી, રાજનપુર