અડાલજમાં વાહનની ટક્કરે મહિલાનું મોત નીપજ્યું

અડાલજ ઝુંડાલ રોડ ઉપર આવેલી ગોકુલ કાઠીયાવાડી હોટલ પાસેથી રાત્રિના સમયે એકલી ચાલતી જતી મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત થયુ હતુ.
આ બનાવને લઇને અડાલજ પોલીસ મથકે જાણ કરવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ અડાલજ તરફથી ઝુંડાલ તરફ જતા રોડ ઉપર ગોકુલ કાઠીયાવાડી હોટલ આવેલી છે.
ત્યારે ગત 14મીના રોજ આશરે 38 વર્ષિય મહિલા એકલી ઝુંડાલ તરફ ચાલતી જતી હતી,
તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારી હતી.
જેમા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને નજીકમા આવેલી હોટલમા નોકરી કરતા શનાજી ભીખાજી ઠાકોર અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા
અને મહિલાને સારવાર અર્થે લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી
અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમા લઇ જવામા આવી હતી. અકસ્માતથી ઇજાગ્રસ્ત થયેલી મહિલા 8 દિવસની સારવાર બાદ સવારે દમ તોડ્યો હતો.
જેને લઇને અડાલજ પોલીસ મથકમા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામા આવતા તપાસ હાથ ધરી હતી.
તે ઉપરાંત મહિલાના પરિવારજનોની પણ શોધખોળ હાથ ધરી હતી.