કડાણા તાલુકામાં દિવડા ગામે ભાજપ ના કેન્દ્રીય ગૃહ મંત્રી ની ૨૯.૧૧.૨૨.ના રોજ જાહેર સભા…

કડાણા તાલુકામાં દિવડા ગામે ભાજપ ના કેન્દ્રીય ગૃહ મંત્રી ની ૨૯.૧૧.૨૨.ના રોજ જાહેર સભા...

કડાણા તાલુકામાં દિવડા ગામે ભાજપ ના કેન્દ્રીય ગૃહ મંત્રી ની ૨૯.૧૧.૨૨.ના રોજ જાહેર સભા…

કડાણા તાલુકામાં દિવડા ગામે ભાજપ ના કેન્દ્રીય ગૃહ મંત્રી ની ૨૯.૧૧.૨૨.ના રોજ જાહેર સભા...
કડાણા તાલુકામાં દિવડા ગામે ભાજપ ના કેન્દ્રીય ગૃહ મંત્રી ની ૨૯.૧૧.૨૨.ના રોજ જાહેર સભા…

 

સંતરામપુર વિધાનસભાની ૨૦૧૭ મા જે મેદાનમાં દિવડાકોલોની માં અમિતશાહ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

તે મેદાનમાં ૪૧ દિવસથી આદિવાસી સમાજ જાતિનાં દાખલા બાબતે ને વિશ્લેષણ સમિતીની કાર્યપદ્ધતિ સામે ધરણા ચાલુ હોઈ

ભાજપ ના જીલ્લા અને તાલુકાના મંડળ ના હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ ના મનાવવા છતાં

પણ મેદાનમાં આવેલ છાવણી ખાલી કરવા કે આંદોલન મા પીછેહઠ કરવા આદિવાસી યુવાનો તૈયાર ન થતાં

અમિત શાહ ના કાર્યક્રમ ને લઇ સંતરામપુર વિધાનસભા ભાજપ મોવડીમંડળ દ્વારા તાત્કાલિક સભા સ્થળ બદલવાનો વારો આવ્યો હતો.

 

ગુજરાત વિધાનસભા ની ચુંટણી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે

ત્યારે ૧૨૩ સંતરામપુર વિધાનસભામાં ભાજપ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોર જંગી બહુમત હાસિલ કરે તેવી આશાયે ભારતીય જનતા પાર્ટીના કદાવાર નેતાઓ સંતરામપુર વિધાનસભા ના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે

જેમા આ અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંતરામપુર મુલાકાત બાદ ૨૯ નવેમ્બરે કેન્દ્રીયમંત્રી અમિત શાહ કડાણા તાલુકામાં દિવડા ગામે ચુંટણી ની પ્રચાર સભા સંબોધનાર છે.

પરંતુ અમિતશાહ ના કાર્યક્રમ પહેલા જ સ્થળ અંગેનો પ્રશ્ન ગોચમાં પડ્યો હતો

અમિત શાહ ના કાર્યક્રમ માટે દીવડાકોલોની મેદાનની પસંદગી કરવામાં આવી હતી

અગાઉ ૨૦૧૭ મા અમિત શાહે આ મેદાનમાં કુબેરભાઈ ડીંડોર માટે પ્રચાર કર્યોં હતો

પરંતુ હાલના સમીકરણ કઈક અલગ હોય કડાણા આદિવાસી સમાજ દ્વારા દાખલા મુદ્દે દીવડા કોલોની મેદાનમાં ધરણા કાર્યક્રમ ચાલુ હોય

જીલ્લા અને તાલુકાના ભાજપ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અમિત શાહ ના કાર્યક્રમ સુધી મેદાન ખાલી કરવા આદિવાસી સમાજના યુવાનો સાથે ચર્ચા કરતા

યુવાનો દ્વારા ધરણા મોકુફ ન રાખવાની હઠ પકડતા ભાજપ મોવડી મંડળ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આ યુવાનોની જીદની સામે નમી કેન્દ્રીય મંત્રી અમિત શાહ માટે

અન્ય જગ્યાનો વિકલ્પ શોધવો પડ્યો હતો

અને દીવડા કોલોની મેદાનની જગ્યાએ ગોસાઈ કોમ્પ્લેક્સ મા અમિત શાહ ની ચુંટણી સભાનું

આયોજન કરવું પડ્યું હતું . આદિવાસી દાખલા મુદ્દે અને વિશ્રલેષણ સમિતી દ્વારા આદિવાસી ના દાખલાઓ ની ખરાઈ ના નિર્ણય માં

વિલંબ ભરી નીતિ-રીતિ અંગે જો કોઈ ઉકેલ નહીં આવેતો આદિવાસી સમાજ ની ને યુવાનો ની આ નારાજગી ભાજપ માટે ભારે પડી શકે છે.

આ આદિવાસી યુવાનો ની જીદ સામે ભાજપ દ્વારા અમિત શાહ ના કાર્યક્રમ માટે સ્થળ બદલવાનો વારો આવ્યો હતો.

આદિવાસી સમાજ ને યુવાનો દ્વારા ચાલતાં આ આંદોલન ના ધરણાં ને ૪૧દિવસ થયેલ છતાં

આ ધરણાં ઉપર બેઠેલ આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનો ની મુલાકાતે પણ આ વિસ્તાર ના ધારાસભ્ય ને સંસદ સભ્ય દ્વારા

મુલાકાત સુધ્ધા નહીં લેતાં તેનાં ધેરા પ્રત્યાઘાત આદિવાસી સમાજ માં અને યુવાનો માં પડેલ જોવા મળે છે.

આ સત્યાગ્રહ ધરણાં છાવણી ની સંતરામપુર ના માજી ધારાસભ્ય ગેંદાલભાઈ ડામોરે મુલાકાત લઈને તેમનાં પ્રશ્ર્નો સાંભળેલ.

આ ધરણા નો કાર્યક્રમ તંત્રની

જરુરી મંજુરી મેળવી ને ચાલી રહેલ છે.

વિધાનસભાની ચૂંટણી નું જાહેરનામું બહાર પડી ગયેલ છે

અને આચાર સહિંતા પણ અમલી જાહેરનામાની સાથે જ અમલી બનેલ છે.

તેમ છતાં પણ આ આદિવાસી સમાજ દ્વારા આંદોલન ના ભાગ રૂપે તેમનાં ધરણા નો કાર્યક્રમ આજે પણ

સતત ૧૭.૧૦.૨૨.થી ચાલી રહેલ છે. અને તે પણ તંત્ર ની કોઈ પણ જાતની રોકટોક વગર ચાલે છે.

ભાજપના નેતા અને કેંદ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહ ની ચુંટણી પ્રચાર માટે ની સભા આ ચાલતાં ધરણાં સ્થળ પર ના મેદાન ખાતે યોજવામાં આવનાર હોઈ

ને આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનો એ આ ધરણાં નો કાર્યક્રમ બંધ નહીં થાય

અને છાવણી નું સ્થળ ખાલી નહીં કરવા મકકમતા જણાવતાં સભા નું સ્થળ બદલવું પડેલ.
આચારસહિંતા અમલમાં આવી ગયેલ ને હાલ પણ આચારસહિંતા અમલમાં હોવાં છતાં તંત્ર દ્વારા આ ધરણા સ્થળ ના મેદાન ખાતે કેંદ્રીય ગૃહ મંત્રી ની જાહેરસભા યોજી શકાય

તે માટે હાલમાં જ સથાનિક તંત્ર દ્વારા આદિવાસી સમાજ કાર્યક્રમ ધરણાં માટે આપેલ પરવાનગી કોઈક ના ઈશારે આચારસહિંતા ના નામે ધરણાં કાર્યક્રમ ને આપેલ પરવાનગી રદ કરતો હુકમ

તાજેતરમાં મામલતદાર કચેરી કડાણા દ્વારા કરાતાં તેનાં ધેરા પ્રત્યાઘાત આ વિસતારના આદિવાસી સમાજ અને યુવાનો માં પડેલ જોવા મળે છે.

અને તે હાલ ચર્ચા મા જોવા મળે છે.

સંતરામપુર તાલુકાના પશ્ચિમ ભાગ ના આદિવાસી સમાજ માં અને કડાણા તાલુકા ના આદિવાસી સમાજ માં જાતિ ના દાખલાઓ અપાતાં ના હોઈ

અને વિશ્લેષણ સમિતિમાં આદિવાસી ના દાખલાઓ ની ખરાઈ ની કાર્યવાહી ત્વરીત નહીં કરવામાં આવતાં

વિશ્લેષણ સમિતીની કાર્યપદ્ધતિ સામે પણ આદિવાસી સમાજ માં ભારે રોષ જોવાં મળે છે

અને તેની અસર ખાનપુર વિસ્તારમાં પણ જોવાં મળે છે.

અને આ મુદ્દા ઓ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને દઝાડે તેમ લાગી રહેલ છે.

તેમજ આદિવાસી સમાજ ની આ નારાજગી અને રોષ ભાજપ ને ભારે પડી શકે તેમ હાલ જોવાઈ રહેલ છે.

હાલ તો આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા ધરણાં ની છાવણી ખાલી નહીં કરવા ની જીદ ના કારણે આખરે કેંદ્રીય ગૃહ મંત્રી ની ચુંટણી પ્રચાર સભાનું સ્થળ બદલવાની સ્થિતિ ઊભી થયેલ જોવાં મળે છે.

 

🌹 ઈન્દ્રવદન વ.પરીખ ,
સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp