ધાનપુરના ઉમરીયામાં પુરઝડપે આવતા એક્ટિવા ચાલકે કાબુ ગુમાવ્યો, એક્ટિવા પથ્થરોમાં ઘૂસી જતા ચાલકનુ મોત
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉમરીયા ગામે એક એક્ટીવા ચાલકે એક્ટીવા ઘાસ અને પથ્થરોમાં ઘુસાડી દેતાં અકસમાત સર્જાયો હતો.
જેમાં ચાલકેન શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યુ હતુ.
પૂરઝડપે એક્ટિવા હંકારી ચાલક જતો હતો
ગત તા. 22મી સપ્ટેમ્બરના રોજ ધાનપુર તાલુકાના મહુનળા ગામે પટેલ ફળિયામાં રહેતાં મડુભાઈ મોતીભાઈ તડવી પોતાની એક્ટીવા લઈ ઉમરીયા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતાં .
સ્ટીઅરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો
તે સમયે એક્ટીવા ટુ વ્હીલર ગાડીની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં એક્ટીવા નજીકમાં આવેલા ઘાસ અને પથ્થરોમાં ઘુસાડી દેતાં તેઓ ગાડી પરથી ફંગોળાઈ ગયા હતા.
મડુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે મરમેશભાઈ મડુભાઈ તડવીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.