ખાનપુર ચેકપોસ્ટ પરથી 11 લાખનો વિદેશી દારૂ પકડાયો

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગર એક બંગલામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો મતદારને રિજવવા દારૂ ઉતરાવ્યો હોવાનો દાવો

ખાનપુર ચેકપોસ્ટ પરથી 11 લાખનો વિદેશી દારૂ પકડાયો

 

પ્રતીકાત્મક તસવીર:ખાનપુર ચેકપોસ્ટ પરથી 11 લાખનો વિદેશી દારૂ પકડાયો
પ્રતીકાત્મક તસવીર:ખાનપુર ચેકપોસ્ટ પરથી 11 લાખનો વિદેશી દારૂ પકડાયો

 

મહીસાગર જિલ્લાના ખાનપુરમાં આવેલની રાજસ્થાન અને ગુજરાતની આંતરરાજ્ય લઘુ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ડમ્પર ભરી રૂપિયા 11 લાખનો દારૂ પકડાયો હતો

બાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ની લભુ ચેકપોસ્ટ રાજસ્થાન અને ગુજરાત રાજ્યને જોડતી ચેકપોસ્ટ છે

વિધાનસભા ચૂંટણી અનુસંધાને એસએસટી એફ એસ ટી ની પોલીસ સાથે સતત ચેકિંગ કરી રહી છે

આ કામગીરી દરમિયાન શનિવારની મોડી રાત્રે ડમ્પર નંબર આર જે બે જીબી 17 95 માં આવતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી

જેમાં ડમ્પર પર કાળા કલરની તાડપત્રી મારી તેમાં છુપાવેલો વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવ્યો હતો

આથી ડમ્પર ના ચાલકની અટક કરી પૂછપરછ કરતા તે મુલારામ ભવરા રામ જાટ રહેવાસી બેરાતાલ તાલુકો ખૈવસર જીલ્લો નાંગૌર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું

આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ મકવાણા સ્થળ પર પહોંચ્યા હતા

અને ડમ્પર નો કબજો લઈ પોલીસ મથકે લાવ્યા હતા જ્યાં ગણતરી કરતા ડમ્પરમાં વિવિધ બ્રાન્ડ નાની મોટી 11, 700 બોટલ મળી હતી

આ ઉપરાંત ડમ્પર ચાલક પાસેથી મોબાઇલ રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા

જ્યારે વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેણે આ દારૂ ડુંગરપુર જિલ્લાના સીમલવાડા ગામના પ્રિતેશ કલાલ નામના વ્યક્તિએ ડુંગરપુર થી માલ ભરેલું ડમ્પર એસ્સાર પેટ્રોલ પંપ પાસે રોડ પરથી આપી જણાવ્યું હતું

કે ડમ્પરમાં ડીઝલ ભરાવી રાજસ્થાન રાજ્યની સરથુણા બોર્ડર પસાર કરીને 10 કિલોમીટર આગળ ગુજરાત રાજ્યની બોર્ડ પાસ કરી મોબાઈલ પર જાણ કરવી

આ ફેરી બદલ રોકડા 13,000 આપ્યા હતા. જેમાં 10,000 નું ડીઝલ પુરાવ્યું હતું.

જ્યારે બાકીના અંગત ખર્ચ કર્યો હતો.

જોકે તેને ડંપરના માલિક અંગે તે જાણતો ન હોવાની કબુલાત આપી હતી

આ અંગે પોલીસ ડમ્પર રૂપિયા દસ લાખ વિદેશી દારૂ કિંમત રૂપિયા 11 ,01,312 રોકડ મળી કુલ રૂપિયા 21,01,912 નો મુદ્દા માલ કબજે કરી

ડમ્પર ચાલક મુલ્લા રામ જાટ અને પ્રિતેશ કલાલ સામે ગુનો નોધિ કાર્યવાહી હાથ ધરી છે

 

રિપોટર: મુકેશ પંડયા ખાનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp