નરોડામાં રિક્ષા ચાલક સહિત છ શખ્સોની ટોળકીએ યુવકને છરી મારી લૂંટી લીધો
અમદાવાદ શહેરમાં હવે કાયદો વ્યવસ્થા કથળી ગયા છે.
શહેરમાં હત્યાથી લઈને લૂંટ સુધીની ઘટનાઓ નવી વાત નથી.
નરોડામાં એક યુવકને છરી મારીને લૂંટી લેવામાં આવ્યો છે.
28 વર્ષીય યુવક નોકરી પૂરી કરીને ઘરે જતો હતો
ત્યારે એક ઓટો રિક્ષામાં બેઠો, તેમાં બેઠેલા પાંચ શખ્સો અને ડ્રાઇવરે મળી કુલ છ શખ્સોએ યુવકને માર અને છરી મારી 14 હજાર રોકડ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ લૂંટી લીધો હતો.
આ અંગે નરોડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
નરોડા વિસ્તારમાં આવેલા મુરલીધર હાઇટ્સમાં સર્વેશ તોમર (ઉ.28) પરિવાર સાથે રહે છે
અને ટ્રાવેલ્સ એજન્ટનો ધંધો કરે છે.
ગત 15મી ઓક્ટોબરના રોજ રાત્રિના નવ વાગ્યે તે ઘરે જવા માટે નીકળ્યો હતો.
આ સમયે એક ઓટોરિક્ષામાં બેઠો, ત્યાર બાદ રિક્ષા ઉભી રાખી હતી
અને તેમાં બેઠેલા અન્ય પેસેન્જર અને ચાલકે અન્ય સ્થળ પર ઓટો રિક્ષા લીધી હતી.
બાદમાં રસ્તામાં ચાલુ રિક્ષાએ મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.
યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો.
તેની સાથે સાથે ખિસ્સામાંથી 14 હજાર રોકડ મળી ડોક્યુમેન્ટ પણ લઇ લીધા હતા.
યુવક વધુ મારથી બચવા માટે ભાગવા જતાં તેમાંના એક શખ્સે તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો.
યુવકે બુમા બુમ કરતા તમા શખ્સો પોતાની ઓટો રિક્ષા લઇને ભાગી ગયા હતા.
આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.