કડાણા : દધાલીયા,માલવણ અને રણકપુર આ ગ્રામપંચાયતો ની ગેરરીતિઓની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારી ઓ બેફામ…!!!

કડાણા : દધાલીયા,માલવણ અને રણકપુર આ ગ્રામપંચાયતો ની ગેરરીતિઓની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારી ઓ બેફામ...!!!

કડાણા તાલુકાની દધાલીયા,માલવણ અને રણકપુર આ ગ્રામપંચાયતો ની ગેરરીતિઓ ની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારીઓ બેફામ…!!!

કડાણા : દધાલીયા,માલવણ અને રણકપુર આ ગ્રામપંચાયતો ની ગેરરીતિઓની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારી ઓ બેફામ...!!!
કડાણા : દધાલીયા,માલવણ અને રણકપુર આ ગ્રામપંચાયતો ની ગેરરીતિઓની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારી ઓ બેફામ…!!!

 

એકબાજુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે અને બીજી બાજુ વિકાસ નાં કામોમાં ભષ્ટ્રાચાર અને ગેરરીતિઓ ની અરજીઓમા તપાસ નાં નામે શુન્યાવકાશ ..???

મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા પંચાયત ખાતે જનજાગૃતિ અભિયાન હેઠળ લોકો માં જાગૃતિ કેળવાય તે આશયથી

લોક જાગૃતિ કાર્યક્રમ નું આયોજન તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ હતું

અને સરકાર ની વિવિધ લોક ઉપયોગી યોજનાઓ ની માહિતી અને જાણકારી ઉપસ્થિત સૌને અપાયેલ.

આ કાર્યક્રમમાં લોક ઉપયોગી યોજનાઓ નો લાભ સીધો લાભાર્થી ને મળે તે માટે સૌ ને લાભાર્થી સાથે સંપર્ક માં રહેવા તાલુકા વિકાસ અધિકારી એ અનુરોધ કરેલ.

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા નાં લાંચરુશવત વિરોધી શાખાના અધિકારીઓ પણ હાજર રહેલ અને તેઓએ જણાવેલ કે લાંચ માંગવી ને લાંચ આપવી એ ગુનો બને છે

અને આવાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ કે અન્ય કોઈ લાભાર્થી પાસે કામ કરાવવા માટે લાંચ માંગે કે ટકાવારી ની રકમ માંગે તો લાચવિરોધી કચેરી નો સંપર્ક કરવો

અને અરજદારે પોતે લેખિત માં કે ઈ–મેઈલ થી ફરીયાદ લાંચરુશવત વિરોધી કચેરી માં કરી શકે છે અથવા તો હેલ્પલાઇન નંબર 1064 પર લાંચરુશવત વિરોધી કચેરી માં ફોન કરી ને જાણ કરવા જણાવ્યું હતું

અને જરુરી પ્રત્રિકાઓ નું પણ ઉપસ્થિત સૌને વિતરણ કરેલ અને સૌને જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકામાં છેલ્લા બે મહિનામાં લાંચ માંગવાના બે બનાવો બન્યા છે અને

આવા બનાવો બને નહીં તે માટે સચેત રહેવા અને ગ્રામજનો માં જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કડાણા તાલુકામાં વિકાસ નાં કામો માં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર અને ટકાવારી એ માઝા મુકી છે અને ગ્રામપંચાયતો માં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ની અરજીઓમા તપાસ થતી નથી

અને તપાસ માં વિભાગ અને ખાતા દ્વારા ભારે ઢીલી નીતિ અપનાવી તપાસમાં ઢાંકપિછોડો કરવા માટે નાં જે પ્રયાસ કોઈક નાં ઇશારે કરાય છે તે યોગ્ય નથી.

કડાણા તાલુકાની દધાલીયા ગ્રામપંચાયત માં સરપંચ નાં પિતા એ જેતે સમય નાં તલાટી કમ મંત્રી નાં બોગસ સહી સિક્કા કરીને સરપંચ અને

તેઓ નાં પિતાએ ચેક લખીને નાણાં ગેરકાયદેસર રીતે ઉપાડી લીધેલ અને વિકાસ નાં કામો માં ગેરરીતિઓ આચરીને

નાણાકીય ગેરરીતિઓ કરેલ વિગેરે ની લેખિત માં ગાંધીનગર સ્તરે અને જીલ્લા સ્તરે તેમજ સ્થાનિક સ્તરે રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ

તપાસ કરવામાં આંખ આડા કાન કરાતાં જોવા મળે છે અને આવી જ પરિસ્થિતિ કડાણા તાલુકાની માલવણ ગ્રામપંચાયત માં પણ સરપંચ અને

સરપંચ નાં પતિ તેમજ તલાટી ની મીલીભગતથી સરપંચ નાં પતિનાં નામે ચેક લખીને સરકારી નાણાં ની ઉચાપત કરેલા ની રજૂઆત અને

અન્ય ગેરરીતિઓ ની અરજી ઓ ની તપાસ કરાતી કે થતી જ નથી તેમજ રણકપુર ગ્રામપંચાયત માં પણ વિકાસ નાં કામો માં અને

પ્રધાનમંત્રી આવાસના કામો માં તેમજ આંબેડકર આવાસ માં અને વિકાસ નાં કામોમાં આચરાયેલ ગેરરીતિઓ ની તપાસ નહી કરી ને

ભષ્ટ્રાચારીઓને જે તંત્ર દ્વારા છાવરવામાં આવે છે જેથી તાલુકા માં ભ્રષ્ટાચાર અને વિકાસ નાં કામો માં ગેરરીતિઓ એ માઝા મૂકી છે.

રાજ્ય સરકાર દ્વારા એકબાજુ ભય,ભુખ અને ભષ્ટ્રાચાર નાબૂદ કરવા ની ગુલબાંગો પોકારાતી હોય છે અને વચેટિયાઓ દુર થયા ની વાતો કરે છે

ત્યારે આ કડાણા તાલુકાની દધાલીયા,માલવણ અને રણકપુર ગ્રામપંચાયતો માંફૂલ્યો ફાલ્યો ભ્રષ્ટાચાર અને

વિકાસ નાં કામો માં ની ગેરરીતિઓ ની અરજી ઓની નિષ્પક્ષ તટસ્થ તપાસ કરાવી અને

કૌભાંડીઓ સામે કાર્યવાહી તંત્ર દ્વારા કરાવાશે ખારી..??? તે આવનાર સમય જ બતાવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp