ધોળકાના બેગવા ચોકડી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત

પ્રતીકાત્મક તસવીર:ધોળકાના બેગવા ચોકડી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત

ધોળકાના બેગવા ચોકડી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત

પ્રતીકાત્મક તસવીર:ધોળકાના બેગવા ચોકડી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત
પ્રતીકાત્મક તસવીર:ધોળકાના બેગવા ચોકડી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત

 

બાવળા તાલુકાના બગોદરા પાસે આવેલી બેગવા ચોકડી પાસેથી ધોળકામાં રહેતો યુવાન એકટીવા લઇને રોડ ક્રોસ કરી રહ્યો હતો

ત્યારે એસ.ટી બસનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને અકસ્માત કરતાં એક્ટીવા ચાલકને ગંભીર ઇજા થતાં ધોળકાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ધોળકામાં કલીકુંડ વિસ્તારમાં આવેલી સુરભિ સોસાયટીમાં રહેતાં કૃણાલ કાંન્તિભાઇ ભાટીયા કોઠમાં આવેલી લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શન કરવાની નોકરી કરે છે.

બપોરે તે સેમ્પલ ક્લેકશન માટે એકટીવા લઇને કલ્યાણપુરા ગયો હતો અને પરત આવતી વખતે બગોદરા પાસે આવેલી બેગવા ચોકડી ઉપર એક્ટીવા લઇને રોડ ક્રોસ કરી રહ્યો હતો

ત્યારે ધોળકા તરફથી ઝાલોદથી ગોંડલ તરફ જતી બસના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એક્ટીવાને અડફેટે લઇ અકસ્માત કરતાં એકટીવા એસ.ટી બસ નીચે ફસાઈ ગયું હતું

અને તેને પગે, છાતીમાં અને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.

જેથી કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં 108 તરત જ ઘટનાં સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને ધોળકા ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યુવાનના માતા-પિતાને જાણ થતાં તેઓ આવી ગયા હતા.

યુવાનનાં પિતા કાંતિલાલ આલાભાઇ ભાટીયાએ બગોદરા પોલીસમાં એસ.ટી બસ ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp