મહીસાગર : આર.એ.એસ.કે.ટીમમા ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ની સેવા સમાપ્ત કરવાનો હુકમ..

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આર.એ.એસ.કે.ટીમ મા ફરજ બજાવતા બે તબીબી અધિકારી ( મેડિકલ ઓફિસર) કે
જેઓ કડાણા બ્લોક હેલ્થ કચેરી માં તેમની ફરજ દરમ્યાન ઈલુ ઈલુ કરતાં અને અશ્લીલ ચેનચાળા કરતાં સીસીટીવીમાં કેદ થતાં આ
બંને પુરુષ અને મહિલા મેડિકલ ઓફિસરો ને તેમની ફરજમાંથી ટર્મીનેટ કરીને આ તબીબોની સેવા સમાપ્ત કરવાનો હુકમ કરાતાં જીલ્લા આરોગ્ય વિભાગ માં સન્નાટો છવાઈ જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે કડાણા બ્લોક હેલ્થ કચેરી ખાતે આવેલી અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાયૅકમ યોજના માં ફરજ બજાવતા કરાર આધારિત
મેડિકલ ઓફિસર ડો.સનેહલ વરસાત દ્વારા આરોગ્ય કમૅચારીઓ મહિલા એફ.એચ.ડબલયુ અને મહિલા ફારમાસીસટ નાં ઓને
વોટ્સએપ પર અશ્લીલ મેસેજ અને અશ્લીલ વીડિયો મોકલી અને સેક્સ્યુઅલ હેરેસમેનટ આ ડો.સનેહલ આવી હરકતો કરતાં હોઈ અને
આ તબીબ ની આવી હરકતો થી તંગ આવી જઈ ને આ આરોગ્ય ની મહીલા કમૅચારીઓ એ મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ માં લેખિત માં રજુઆત કરી હતી.
જેને અંદાજે દોઢેક માસ થઈ ગયો હોવા છતાં પણ આ મહીલા કમૅચારીઓ ને સેક્સ્યુઅલ હેરેસમેનટ કરનાર તબીબ વિરુદ્ધ કોઈ કાયૅવાહી તુરત નહીં કરીને
આ પ્રકરણમાં જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ઢાંકપિછોડો કરવા માટે નો પ્રયાસ કરાતો જોવા મળતો હતો તેમજ જીલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા
ત્વરીત મહિલા કમૅચારીઓ ને સેક્સ્યુઅલી સતામણી કરનાર તબીબ સામે કાર્યવાહી નહીં કરાતાં જીલ્લા માં અને જીલ્લા નાં આરોગ્ય કમૅચારીઓ મા ધેરા પ્રત્યાઘાત પડયા હતા.
આમ આ મહીલા કમૅચારીઓ સાથે કરાયેલ સેકસુયલ હેરેસમેનટ માં ની રજૂઆત પ્રત્યે
ત્વરીત જીલ્લા પંચાયત અને જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્વરીત કાર્યવાહી કેમ નહીં કરી તે એક ચચૉ નો વિષય બનેલ છે.
મહીસાગર જિલ્લાના કડાણા બ્લોક હેલ્થ ઓફિસના કોન્ફરન્સ હોલમાં બે આરબીએસકે ના તબીબોનો અશ્લીલ ચેનચાળા કરતો
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સીસીટીવીમાં કેદ થયેલી આ કરતૂતોના પગલે
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોગ્ય વિભાગ પાસે રીપોર્ટ મંગાવવામાં આવતા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ નાં અધિકારીઓ
તેમની નિંદર માંથી સફાળા જાગી અને પ્રકરણ માં ત્વરીત કાયૅવાહી કરીને એક્શન રીપોર્ટ ડી.ડી.ઓ.સમક્ષ તપાસ કાર્યવાહી કરી અને રજૂ કરતાં
આ બંને મેડિકલ ઓફિસરો ને તેમની તબીબી સેવા સમાપ્ત કરતો જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મહીસાગર જિલ્લામાં કરાર આધારિત સેવાઓ આપતા પરણિત આરબીએસકે મેડિકલ ઓફિસર
ડો. સ્નેહલ વરસાત અને અન્ય મહિલા મેડિકલ ઓફિસર સાથે કડાણા બ્લોક હેલ્થ કચેરીના કોન્ફરન્સ હોલમાં અશ્લીલ ચેનચાળા કરતા સીસીટીવીમાં કેદ થયા હતા
અને 5 મિનીટ 27 સેકન્ડનો આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેના પગલે આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
જો આ તબીબની વિકૃત હરકતોની ફરિયાદ અગાઉ કરાયેલ પણ હતી જેની તપાસ ચાલી રહી હતી પરંતુ આ તપાસ મંથર ગતિએ ચાલી રહેલ
અને તેવામાં આ વિડીયો વાઇરલ થતાં તપાસમાં ગતિ આવી હતી. મહીસાગર જીલ્લા પંચાયત ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી એક્ઝીક્યુટીવ કમિટીના ચેરપર્સન અને
જીલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો તથા
કમિટી દ્વારા લેવાયેલ નિર્ણયને ધ્યાને લઈ આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડૉ.સ્નેહલ વરસાત દ્વારા ગેરવર્તણુક અને અણછાજતું વર્તન કર્યું હોવાનું સાબિત થયું હતું
જે એન.એચ.એમ. કરાર આધારિત કામગીરી આદેશની શરતો અને બોલીઓની શરત નંબર ૧૬ નો ભંગ થયો હતો
આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડૉ.સ્નેહલ વરસાતની ગેરવર્તણુક, અણછાજતું વર્તન અને અશિસ્ત બદલ સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો તાત્કાલિક અમલ થાય તે રીતે હુકમ કર્યો છે
તથા તેમની પાસે જે કઈ સરકારી અસ્કયામતો હોઈ તે તાલુકા હેલ્થ ઓફિસરને જમા કરાવવાની સૂચના આપી છે.
આ ઉપરાંત તેની સાથેની મહિલા મેડિકલ ઓફિસરની પણ આ જ પ્રકારે સેવા સમાપ્ત કરવાનો હુકમ કરતાં જીલ્લા માં હડકંપ મચી જવા પામેલ છે.