પાદરા શહેર તથા ગ્રામ્યમાં અસામાજિક તત્વો દ્વારા ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ કોની મહેરબાની થી
પાદરા શહેર તથા ગ્રામ્યમાં અસામાજિક તત્વો દ્વારા ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ કોની મહેરબાની થી
વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારો દારુ અને જુગારના અડ્ડાઓથી ધમધમે રહ્યા છે
આજે પણ વડોદરા જિલ્લાના પાદરા શહેર તથા ગ્રામ્યમાં દારૂ બનાવાય છે
વેચાય છે અને પીવાય પણ છે અને તેની બોનસમાં જુગાર ધંધાઓ પણ ધમધમી રહ્યા છે
કોણ જાણે દારૂબંધી ક્યાં છે તે જે કોઈને સમજાતું નથી પ્રાપ્ત માહિતી મુજબ તેમજ મળેલ ફરિયાદ મુજબ પાદરા શહેર તથા ગ્રામ્ય માં દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે
પાદરા પોલીસ સ્ટેશનના જવાબદારોની આ બંદી રોકવાની જવાબદારી છે
પણ પોલીસ સ્ટાફ બે જવાબદારીથી દાખવી રહ્યો છે તેના લીધે દારૂ જુગારની ખરીદીનો વધારે મોકળાશ મળી છે
પ્રજામાં ચાલતી ચર્ચા મુજબ પાદરા શહેર તથા ગ્રામ્યમાં દારૂ જુગારના ગોરખ ધંધા પાછળ સ્થાનિક પોલીસનો હાથ હોય
તો જ આ બંદીઓ ખુલ્લેઆમ ચાલી શકે તેવી સ્થાનિક પોલીસ શંકા ના ડાયરામાં આવી જાય છે
સ્થાનિક એટલે કે પાદરા પોલીસના કેટલાક સ્ટાફ ની આડમાં ભૂંડી ભૂમિકા રહેલી હોવાની ચર્ચા પ્રજામાં વીણવંતી બની છે
આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન દારૂ જુગારનો બંદી ધમાકા લે છે
પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ખાસ કરીને મહિલાઓ યુવતીઓ સૌથી વધુ પરેશાન છે
જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે ગંભીર તપાસ કરી ઘટીત પગલા ભરી અસામાજિક તત્વોને જવાબદારો સામે પણ આંકડા પગલાં ભરવા જોઈએ