રાજુલામાં ધાતરવડી-2 ડેમમાં પડી જતા ડુબેલા યુવકનું મોત

રાજુલામા બીડી કામદાર સોસાયટીમા રહેતા લક્ષ્મણભાઇ હરસુરભાઇ શિયાળ (ઉ.વ.45) નામના યુવકને પાછલા 13 વર્ષથી માનસિક બિમારી હોય
તે ગત તારીખ 26ના રોજ સાંજના સમયે ઘરેથી દુધ લેવા નીકળ્યાં હતા.
જો કે તેઓ પરત ઘરે ન ફરતા પરિજનોએ તેની શોધખોળ આદરી હતી.જો કે લક્ષ્મણભાઇ પોતાની મેળે ધાતરવડી-2 ડેમમા પડી જતા તેનુ ડૂબી જવાથી મોત થયુ હતુ.
બનાવ અંગે બહાદુરભાઇ હરસુરભાઇ શીયાળે રાજુલા પોલીસ મથકમા જાણ કરી હતી.
બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા ચલાવી રહ્યાં છે.
બીજી તરફ મુળ મધ્યપ્રદેશના ચાંદપુરની અને હાલ લાઠી તાલુકાના ભટ્ટવદરની સીમમા રહી ખેતમજુરી કામ કરતી એક યુવતીનુ ઝેરી દવાની અસર થતા મોત નિપજયું હતુ.
મુળ મધ્યપ્રદેશના ચાંદપુરમા રહેતી લીલાબેન નાનકાભાઇ મેડા (ઉ.વ.17) નામની યુવતીને શરીરે કરોળીયાના ડાઘ નીકળ્યાં હોય
જેથી તેણે આ ડાઘ પર કપાસમા છાંટવાની ઝેરી દવા લગાવી હતી.
જો કે થોડીવાર બાદ યુવતીને ઝેરી દવાની અસર થતા તેનુ મોત નિપજયું હતુ.
બનાવ અંગે નાનકાભાઇ બાલસિંહ મેડાએ દામનગર પોલીસ મથકમા જાણ કરી હતી.