21 દિવસની બાળકીમાં પેટમાંથી મળ્યા આઠ ભ્રુણ.?
રાંચીની રાણી ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે
આ હોસ્પિટલના ડોક્ટરે 21 દિવસની બાળકીના પેટનું ઓપરેશન કરી આઠ ગર્ભ કાઢ્યા છે
ગર્ભનું કદ 3 સેન્ટિમીટર થી લઈને પાંચ સેન્ટિમીટર સુધીનું હતું.
બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટર ઈમરાને જણાવ્યું કે બાકીનો જન્મદિવસ ઓક્ટોબરના રોજ થયો હતો
જન્મ બાદ તેને પેટમાં દુખાવો અને સોજો આવી ગયો હતો
બે દિવસ બાદ તેણીને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
તબીબોના મત મુજબ ગર્ભમાં એક થી વધુ બાળકોનું ઉછેર થતો હોય છે
ત્યારે ગર્ભનો વિકાસ દરમિયાન કોશિકાઓ બાળકની અંદર જાય છે
તે ભ્રૂણ બાળકની અંદર બનવા લાગે છે ડોક્ટર ઇમરાન નું કહેવું છે
કે એક સાથે આઠ ગર્ભ હોય એવો કેસ હજી સુધી ક્યાંય નોંધાયો નથી
આ ઘટના ખૂબ જ જૂજ છે અને પાંચ લાખે એક બાળકમાં જ આવું જોવા મળે છે
જાણીતા સ્ત્રી રોગ ચિકિત્સક ડોક્ટર બિંદુ કુમારીએ જણાવ્યું હતું કે
આવા કિસ્સાને ફિટસ ઈન ફીટુ કહેવામાં આવે છે અને ભાગ્ય જ આવા કેસ જોવા મળે છે
આ સમસ્યા બાળકીઓમાં વધુ જોવા મળે છે લક્ષણોની વાત કરીએ તો નવજાત શિશુના પેડુમાં સોજો આવે છે
ગાંઠ હોય છે બંધ થઈ જાય છે તેનાથી ખૂબ દુખાવો થાય છે
ઝારખંડના રામગઢ જિલ્લા ની સરકારી હોસ્પિટલમાં ગત 10 ઓક્ટોબરના રોજ બાળકીનો જન્મ થયો હતો
ત્યારબાદ ડોક્ટર અને પેટમાં ગાંઠ જોવા મળી હતી
અને તેમણે માતા-પિતાને તરત જ ઓપરેશન કરવાનું સૂચન કર્યું હતું
ડોક્ટર ઇમરાને આ બાબતે જણાવ્યું કે બાળકી 21 દિવસની થઈ
ત્યારે તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
પ્રારંભિક નિદાન મા શિષ્ટ અથવા ગાંઠ જેવો પદાર્થ મળી આવ્યો હતો
તે ડાયા ફાર્મ ની નીચે આવેલ હતું. અમે તેને ઓપરેશન દ્વારા દૂર કરવાનું નક્કી કર્યું
આ ઓપરેશન એક નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું
તે પછી અમે તે ભાગની અંદર એક પછી એક આઠ ગર્ભ શોધી કાઢ્યા હતા.
તબીબોએ કરેલું ઓપરેશન સફળ રહ્યું હતું અને અત્યારે બાળકીની સ્થિતિ સામાન્ય છે
તેને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે
અને તેને એક અઠવાડિયામાં રજા આપવામાં આવશે રાંચીની રાણી હોસ્પિટલના વડા રાજેસ સિહે પીટીઆઇનેજણાવ્યું હતું
આ દુર્લભ કેસ હોવાથી અમે તેને આંતરરાષ્ટ્રીય જનરલમાં પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છીએ