ગેસના બાટલાના 1100 કરીને ભાજપે મહિલાનો વિશ્વાસ તોડ્યો, પરાઠા ઉપર GST રદ કરવા કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકાર દ્વારા દૂધ,દહીં,પરાઠા પર જીએસટી લાદવામાં આવતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસના નેતાઓએ પરાઠા દેખાડીને દૂધ,દહીં અને પરાઠા પર લગાડેલા જીએસટીને રદ કરવાની માગ કરી હતી.
આ સાથે ગેસના બાટલાના 1100 કરીને ભાજપે મહિલાઓનો વિશ્વાસ તોડ્યો છે.
મધ્યપ્રદેશના પ્રભારી જે.પી.અગ્રવાલે કહ્યું હતું કે, ભાજપ અને આમ આદમી પાર્ટી એટલે મોટાભાઇ અને નાનાભાઇ જેવી સરકાર છે.
દરમિયાનમાં કોંગ્રેસના મેનિફેસ્ટો સમિતિના ચેરમેન દીપક બાબરિયાએ કહ્યું હતું કે, ભાજપની ભરોસાની ભેંસે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો છે.
મધ્ય પ્રદેશના પ્રભારી જે.પી.અગ્રવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ ભાજપ સરકારે બદલવા પડે છે
તેવી પરિસ્થિતિઓમાં પણ મોદી શાસન વખતે જે નવ હજાર કરોડનું દેવું હતું તે વધીને અત્યારે ત્રણ લાખ છવ્વીસ હજાર કરોડ થઇ ગયું છે.
તેમણે કહ્યું હતું કે, શિક્ષણનું ખાનગીકરણ પ્રોત્સાહન આપવા રાજય સરકારે 6 હજાર સરકારી શાળાઓ બંધ કરી દીધી છે.
ગુજરાતમાં વારંવાર પેપરલીક કાંડથી 40 લાખ શિક્ષિત બેરોજગાર હતાશામાં ધકેલાઇ ગયા છે.
ડોકટર,શિક્ષક,કર્મચારીઓ,બેરોજગારો સહિત વિવિધ 31 સંગઠનો હાલ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.