(શિહોરી) ખાતે સધી સીકોતર. ચામુંડા માતાજી અને ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ
કાંકરેજ તાલુકાના માનપુર (શિહોરી) ખાતે સધી સીકોતર. ચામુંડા માતાજી અને ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા નીકળી.
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના માનપુર , શિહોરી ખાતે આવેલ સધી સીકોતર માતાજીના ભુવાજી શ્રી અમરતભાઈ રાવળ યોગી અને શ્રી સિકોતર વહાણવટી માતાના ભુવાજી શ્રી મેતુભા વાઘેલા
સહિત સમગ્ર માનપુર શિ ગામની ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા
અને માં ચામુંડા માતાજી. ગોગા મહારાજ. સધી સીકોતર માતાજીના ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી….
-સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અત્યારે હળાહળ કળજુગ માં જગત જનની જગદંબા માં અંબિકા માતાજી ના આશીર્વાદ થી જોગણી માતાજીના આશીર્વાદ સાથે
તેત્રીસ કરોડ દેવતા પણ જાગૃત છે એ શ્રઘ્ધા અને આત્મ વિશ્વાસ સાથે જોડાયેલી છે
ત્યારે તારીખ ૨૮/૧૧/૨૦૨૨ ના રોજ સવારે શુભ મુહૂર્ત માં બગીમાં બિરાજમાન ભુવાજી શ્રી અમરતભાઈ રાવળ યોગી માતાજીનો ફોટો વાઘેલા લાલસિંહ અનારસિહ ના બોર ઉપર થી શોભાયાત્રા નીકળી હતી
અને સિકોતર માતાના મંદીર પાસે ગામની દીકરીઓ અને ભાઈઓ બહેનો વહુવારું સૌ કોઈ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં
અને શોભાયાત્રા જૂના ગામમાં નિજ મંદિર ખાતે પહોચી હતી.
અને ડ્રોન વિમાન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી
જેમાં ખોડાજી ઠાકોર કુમકુમ સ્ટુડિયો આકોલી અને ફોટોગ્રાફર સુબાજી સહિત સરપંચ તરીકે રંગુભા વાઘેલા.
અમરતસિંહ વાઘેલા. ભાવસિંહ વાઘેલા. રામભાઇ રાવળ. શાસ્ત્રી શ્રી કમલેશ જોષી.
પ્રેમકિશોર.જોષી. જ્યોતિષ મહેતા. પ્રકાશ જોષી. સહિત ભૂદેવો દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી
મંત્રોચાર સાથે યજમાનો દ્વારા હવન કરી ફોટો પ્રતિષ્ઠા કરી હતી…..