મહિસાગર : પાંડરવાડા ગામમાં ફરી એકવાર થઈ ચોરી..

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં ફરી એકવાર ચોરી થવાની ઘટના સામે આવી…….
અગાઉ પણ પાંડરવાડા ગામમાં ચોરી થવાનો બનાવ બનેલ છે ત્યારે આજે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી…
એક જ રાત્રિમાં તસ્કરો દ્વારા કુલ સાત જગ્યાએ ચોરી કરવામાં આવી……..
પાંડરવાડા બસ સ્ટેન્ડ પર હાઇવે ના બાજુમાં બે કરિયાણાની દુકાનમાં ચોરી થઈ.
બંને કરિયાણાની દુકાનના શટરને ઊંચા કરી ચોરી કરવામાં આવી.
જેમાં દુકાનદારોના જણાવ્યા અનુસાર અમુક માલ સામાન ની અને રોકડ ની ચોરી થઈ હોવાનું દુકાનદારો દ્વારા જણાવાયું…..
અને બસ સ્ટેન્ડ વિસ્તાર માં જ એક મકાનનું તાળું તૂટ્યું તથા ગામમાં બ્રાહ્મણ ફળિયામાં ચાર મકાનના તાળા તૂટ્યા……
સવારે દુકાનદારો દ્વારા દુકાન ના શટર તુટેલા જોય બાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતીપ્રાપ્ત થવા પામેલ છે……