નડિયાદ એસઆરપી કેમ્પ સામે આવેલ સોસાયટીઓમાં ઉભરતી ગટરથી પ્રજાજનો પરેશ….!

ખેડા જિલ્લાનું નડિયાદ એટલે ગંદકીનું સામ્રાજ્ય એવું કહી શકાય આ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ડગલા જોવા મળી રહ્યા છે
તો ઘણી બધી જગ્યાઓ પર ગંદી ગટરનો પાણી વહી રહ્યા છે
તેમ છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે
તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યો છે જેના કારણે શહેર મા બીમારીના કેસ પણ વધી રહ્યા છે
પ્રાપ્ત વિગત અનુસાર કપડવંજ રોડ પર એસ આર પી કેપ સામે આવેલ હરિ ઓમ સોસાયટી સંકેત પાર્ક શુભ લક્ષ્મી સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી વગેરે જેવી ઘણી બધી સોસાયટીઓ આવેલ છે
જેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગંદા પાણીની ઘટાડો સતત ઉભરાઈ રહી છે
તો કેટલીક સોસાયટી ઓમાં તો ઘટરોનું પાણી ઘરમાં પણ આવી રહ્યું છે
તેવું અહીંના રહેવાસીઓએ જણાવ્યું હતું તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર જાણ કરવામાં આવી હતી
તેમ છતાં હજુ સુધી ગટરના ગંદા પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી
પરંતુ હજુ પણ જો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે
તેવું રોસે ભરાયેલા કેટલાક રહેવાસીઓ જણાવ્યું હતું.
હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા આનો નિકાલ કરવામાં આવશે કે પછી રાજકારણમાં રચ્યા પચ્યા રહેશે