અમદાવાદમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 949 ચિકનગુનિયાના 42 કેસ
શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 949 કેસ નોંધાયા છે.
છેલ્લા 3 મહિનામાં સ્વાઈન ફ્લૂના 1061 કેસ નોંધાયા છે.
શહેરમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 42, ઝેરી મેલેરિયાના 16, સાદા મેલેરિયાના 215 કેસ નોંધાયા છે.
રોગચાળાને કાબૂમાં લેવા માટે મ્યુનિ.એ સપ્ટેમ્બરમાં 55 હજાર લોહીના નમૂના તપાસ માટે મોકલ્યા હતા.
ડેન્ગ્યુની તપાસ માટે 5959 સીરમ લેવાયા હતા.
પાણીજન્ય રોગચાળાના કેસમાં ઝાડા-ઊલટીના 486, કમળાના 206, ટાઈફોઈડના 312 તથા કોલેરાનો એક કેસ નોંધાયો છે.
ઓક્ટોબરના 2 દિવસમાં જ સ્વાઈન ફ્લૂના 7 કેસ નોંધાયા છે.