દેવગઢ બારિયા તાલુકામાં વીજ ચોરી કરતાં 73 લોકો ઝડપાયા

દેવગઢ બારીયા એમજીવીસીએલ કચેરી ખાતે વિજિલન્સ તેમજ અન્ય વિભાગીય કચેરીની કુલ 18 ટીમ થઈને દેવગઢબારિયા ટાઉન વિસ્તારના કસ્બા કાપડી પીઠા વિસ્તાર તેમજ તાલુકાના અન્ય ગામો સરસાવ,
લવરિયા, સીંગેડી, ઝાબ, બામરોલી,ગોલ્લાવ,.આકલી, પીપલોદ, દુધિયા વિસ્તારના વીજ જોડાણોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઇ હતી.
વીજ ચોરી કરનાર તેમજ કરનાર એવા કુલ 73 ઈસમોને ઝડપી પાડવામાં આવેલ હતા.
તેમજ તેઓ પર ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામ આવી હતી.
ચેકિંગની કામગીરી દરમિયાન બોર્ડર વિંગના જવાનો.એસ.આર. પી તેમજ જી.યુ.વી.એન.એલ ની પોલીસ પણ હાજર રહેલ હતી.
સંપૂર્ણ ચેકિંગ ની કામગીરી દરમિયાન આશરે રૂપિયા 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.