ખાધા ખોરાકીનો કેસ કરનાર પત્નીની પતિ દ્વારા હત્યા કરાઇ

પંચમહાલ જિલ્લાના નાટાપુર ગામમાં રહેતી દક્ષાબેન ધર્મેન્દ્રકુમાર પટેલનો મૃતદેહ 15 ઓક્ટો.ના રોજ વાડોદરમાં જંગલામાંથી મળ્યા બાદ પોલીસની તપાસમાં ઓળખ છત્તી થઇ હતી.
પોસ્ટ મોર્ટમમાં તેની હત્યા થઇ હોવાનું ખુલ્યુ હતું.
ત્યારે એસ.પી બલરામ મીણાના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ એફ.એમ ડામોર સહિતના સ્ટાફે તપાસ હાથ ઘરતાં દક્ષા 14મી તારીખની રાત્રે ઘરેથી નીકળી હતી.
તપાસમાં સામે આવ્યુ હતું કે, દક્ષાના લગ્ન રસુલપુર ગામે રહેતાં ધર્મેન્દ્ર બારિયા સાથે થયા હતાં
અને બંને ત્રણ વર્ષથી જુદા રહેતાં હતા તેમજ ધર્મેન્દ્ર સામે ખાધા ખોરાકીનો કેસ પણ કરવામાં આવેલો હોવાનું સામે આવ્યુ હતું.
ધર્મેન્દ્રની પુછપરછમાં પ્રારંભમાં તો તેણે પોલીસને ગોળગોળ ફેરવી હતી
પરંતુ દક્ષા અને ધર્મેન્દ્ર દ્વારા સોશિયલ મીડીયા ઉપર વાતો કરાતી હોવાનું સામે આવતાં કડક પુછપરછ કરાઇ હતી.
જેમાં ભાંગી પડેલા ધર્મેન્દ્રએ હત્યાની કબૂલાત કરી હતી.
તેણે જણાવ્યુ હતું કે, દક્ષાને મળવા બોલાવ્યા બાદ આડા સબંધ મામલે તેની સાથે ઝઘડો થતાં પથ્થર વડે ગેબી મારમારીને તેની હત્યા કરી નાખી હતી.
આ સાથે એક મિત્રની મદદથી મૃતદેહ બાઇક ઉપર મુકીને જંગલમાં ફેંકી દીધો હતો.
પોલીસે ધર્મેન્દ્રની ધરપકડ સાથે તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે.
શું બન્યુ હતું તે રાત્રે
ધર્મેન્દ્રને પત્ની દક્ષા સાથે અણબનાવ હોવાથી બંને જુદા રહેતા હતાં.
14મી તારીખની રાત્રે સોશિયલ મીડીયા મારફતે મેસેજ કરીને બંનેએ મળવાનું નક્કી કરી ખાબડા ગામના સીમાડ મળ્યા હતા.
ધર્મેન્દ્ર દક્ષાને બાઇક ઉપર રસુલપુર પાનમના કીનારે લઇ ગયો હતો.
ત્યાં ધર્મેન્દ્રએ દક્ષા અન્ય જોડે આડો સબંધ રાખે છે
કહેતાં ઉગ્ર બોલાચાલી થઇ અને ધક્કામુક્કી ઉપર વાત પહોંચતાં ધર્મેન્દ્રએ મોટો પથ્થર દક્ષાની છાતી ઉપર મારતાં મોત થયું હતું.
બાદ કીનારે ઉભેલા મિત્રને બોલાવી લાશને બાઇક ઉપર વાડોદરના જંગલમાં ફેંદી દીધી હતી.