અમદાવાદના બારેજામાંથી રૂ.108000ના દારૂની 216 બોટલ સાથે 2 ઈસમ ઝડપાયા

બારેજા ખાતે આવેલ જય ગુરૂદેવ મોટર બોડી એન્ડ રિપેરીંગની ઓરડીમાંથી દારૂની પેટી નંગ-18, બોટલ નંગ-216 એમ કુલ રૂ.108000ના જથ્થા સાથે 2 ઇસમને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા હતા.
અસલાલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બારેજા શકિત રોડ લાઇન્સની પાછળ જય ગુરુદેવ મોટર બોડી એન્ડ રીપેરીંગની ઓરડીમાં દારૂનો જથ્થો વેચાણ માટે છુપાવવામાં આવેલો છે.
જે બાતમી મુજબ તપાસ કરતા 6 ઓરડીમાં તપાસ કરતા મીટર વાળી ઓરડીના ખૂણામાં પ્લાસ્ટિકના ચાદર નીચે પુઠાના બોક્ષમાં છુપાવેલ 18 પેટીઓમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 216 બોટલ મળી આવી હતી.
જેની કિંમત 108000 થાય છે, ઉપરાંત 10 હજારના 2 મોબાઈલ મળી આવ્યા હતા.
દારૂના જથ્થા સાથે 2 ઇસમને પોલીસે ઝડપી પાડ્યા
પકડાયેલા 2 આરોપીઓમાં હિમ્મતસિંહ ઉર્ફે બંટી ભંવરસિંહ રાઠોડ ઉ.વ.21 રહે. રાધે શરણમ સોસાયટી બારેજા તેમજ બીરબલ કજોરમલ જાંટ ઉ.વ.45 રહે. જેઠવા ફળી સંજયભાઇ જેઠવાના મકાનમાં જેતલપુરનો સમાવેશ થાય છે.
બંને આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યાં હતા
અને કોને મોકલવાનો હતો. તે અંગે તપાસ કરી હતી.