ભાવનગરમાં અક્ષર વત્સલ સ્વામીએ ‘સમત્વ યોગ ઉચ્યતે’ વિષય પર પ્રવચન આપ્યું

પ્રતીકાત્મક તસવીર:ભાવનગરમાં અક્ષર વત્સલ સ્વામીએ 'સમત્વ યોગ ઉચ્યતે' વિષય પર પ્રવચન આપ્યું

ભાવનગરમાં અક્ષર વત્સલ સ્વામીએ ‘સમત્વ યોગ ઉચ્યતે’ વિષય પર પ્રવચન આપ્યું

પ્રતીકાત્મક તસવીર:ભાવનગરમાં અક્ષર વત્સલ સ્વામીએ 'સમત્વ યોગ ઉચ્યતે' વિષય પર પ્રવચન આપ્યું
પ્રતીકાત્મક તસવીર:ભાવનગરમાં અક્ષર વત્સલ સ્વામીએ ‘સમત્વ યોગ ઉચ્યતે’ વિષય પર પ્રવચન આપ્યું

 

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અક્ષરવાડી ભાવનગર ખાતે ચાલી રહેલા નવરાત્રિ ભક્તિ પર્વના સમાપનના દિવસે અમદાવાદના અક્ષર વત્સલ સ્વામીએ ‘સમત્વ યોગ ઉચ્યતે’ વિષયક પ્રવચનનો લાભ આપ્યો હતો.

જીવનમાં સદગુણો રુપી સંપત્તિનું મહત્ત્વ

તેઓએ જણાવ્યું કે, જ્યાં સુધી જીવનમાં સદગુણો રૂપી સંપત્તિ નહિ આવે

ત્યાં સુધી સાચાં સુખ-શાંતિનો અનુભવ નહિ થાય. આજે પૂર્વેના લોકો જે સુખ સગવડો ભોગવતા હતા.

તેના કરતાં વધુ સુખ સગવડો સરેરાશ દરેક લોકો અત્યારે ભોગવે છે.

છતાં પણ આત્મહત્યાના આંકડા ખૂબ ચોંકાવનારા છે.

સુખ-શાંતિનો ઉપાય બતાવતા કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું કે, તારે યોગ શીખવો પડશે.

સમત્વ યોગ ઉચ્યતેની સ્થિતિ કેળવીશ તો તને કોઈજ પ્રશ્ન રહેશે નહિ.

બધા જ મારાની ભાવના પ્રમુખ સ્વામી મહારાજમાં હતી

પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા.

જેમણે સમત્વ યોગ ઉચ્યતેની સ્થિતિ પ્રાપ્ત કરી હતી.

જેના કારણે સૌના પ્રિય બની શક્યા. ભારતના લોકપ્રિય રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે પણ સ્વીકાર્યું કે, મને સ્વામીજીના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ છે.

તેઓ મારા ગુરુ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મારું કે તારું જેવી ભાવના હતી જ નહીં.

બધા જ મારા છે. એવી ભાવના હતી. તેથી જ દરેક ધર્મના લોકો સાથે સૃહદ ભાવથી જોડાઈ શક્યા અને દરેક ધર્મ ગુરુઓ એકી અવાજે સ્વીકારે છે.

સમતા રૂપી યોગની સાધના વિશે માહિતી

પ્રમુખ સ્વામી મહારાજમાં આદી શંકરાચાર્યથી લઈને જે-જે મહાન સંતો, ભક્તો થયા એનું સારરૂપ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ હતા

અને તેમનો શતાબ્દી મહોત્સવ ઉજવવો એ આપણી સાચી ભક્તિ છે.

સમતા રૂપી યોગની સાધના સાધી હશે તો અહંમ મમત્વથી દુર રહી શકીશું. માન-અપમાનમાં સ્થિર રહી શકીશું.

શારીરિક, માનસિક, વ્યવહારિક પ્રશ્નોમાં સ્થિર રહી શકાશે.

લાભ-ગેરલાભ, જય પરાજયમાં સ્થિરતા રહેશે. જીવનમાં નિરંતર સુખ શાંતિ આનંદનો અનુભવ થયા કરશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp