વડોદરા:વુડા સર્કલ કારેલીબાગ પાસે સાયકલ સવાર બાળકીને અકસ્માત
વડોદરા શહેરમાં આવેલ વુડા સર્કલ કારેલીબાગ પાસે ટ્રેક્ટર ચાલક દ્વારા કચરા કચરો ભરેલ હતો
તે સમય દરમિયાન સાયકલ સવાર બાળકીને અકસ્માત કરતા બાળકીને માથાના ભાગે બીજા પહોંચી હતી
ત્યાંના સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ દીકરીનું નામ ખુશી રાજપૂત છે
શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરે છે
પરીક્ષા આપી ઘરે પરત આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું
આ દીકરી હાલ સારવાર હેઠળ સર સયાજી હોસ્પિટલમાં છે
અને ગંભીર રીતે ઈજા ગ્રસ્ત જોવા મળે છે
વુડા સર્કલની વારંવાર રજૂઆત કરવા છતાં પણ ટુ વ્હીલર ચાલકોને દંડ કરવામાં આવે છે
પરંતુ ડમ્પર ચાલકો સાથે હેવી વ્હીકલને ટ્રાફિક શાખા દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી
સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં વુડા સર્કલ ખાતે બંફ તેમજ અન્ય સલામતી માટે તાત્કાલિક ધોરણે કામગીરી નહીં કરવામાં આવે
તો આમરણાંત ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.