પંચમહાલમાં 98% વરસાદ : 35 તળાવ 55% ભરાયાં
પંચમહાલ જિલ્લામાં ચોમાસાના વરસાદ સરેરાશ 98 ટકા વરસાદ નોધાતાં જિલ્લાના તળાવો વરસાદી પાણીથી ભરાયા છે.
હાલ હવામાન વિભાગે ચોમાસા વિદાયને અણી પર હોવાનું જણાવ્યુ છે. ત્યારે જિલ્લામાં સારો વરસાદ પડતાં વર્ષ 2019 બાદ જિલ્લાના તળાવો 50 ટકાની અાસપાસ ભરાયા છે.
જિલ્લામાં ખેતી વરસાદ અને સિચાંઇના પાણી પર અાધારીત હોવાથી જિલ્લાના તળાવો ભરાય તો ઉનાળામાં ખેતી અને પશુઅો માટે ફાયદા કારણ બને છે.
હાલ જિલ્લામાં સિચાંઇના 35 તળાવો સરેરાશ 55 ટકા ભરતાં 400 થી 500 હેકટર જમીનને ફાયદો થશે સાથે સુજલામ સુફલામ યોજના તથા પંચાયતી 514 તળાવો ચોમાસામાં સરેરાશ 45 ટકા જેટલા ભરાયા છે.
સુજલામ સુફલામ યોજના અંતગર્ત ઉડાં કરેલા 160 તળાવો 70 ટકા જેટલા ભરાયા છે.
જેનાથી વધારે 80 હેકટર જમીનને પાણી મળશે. જિલ્લાના તળાવો અાશરે 50 ટકા જેટલા ભરાયા છે.
જિલ્લાના ચાલુ સિઝનમાં સિચાંઇના તળાવો 55 ટકા ભરાયા છે. જે વર્ષ 2019 બાદ વધારે ભરાયા છે.
જેનાથી પશુઅો સહીત ખેતીને લાભ મળશે.તળાવઅો ભરાવાથી જમીનના જળ સ્તર ઉચાં અાવ્યા છે.
જિલ્લાના તળાવો જિલ્લામાં 98 ટકા વરસેલા વરસાદના પ્રમાણમાં 50 ટકા જેટલા ભરાતાં તળાવની અાસપાસની 1200 હેટકર જમીનના પાકને ફાયદો થશે.