રોઝડના વેપારીએ ગ્રાહકનું સોનાનું લોકીટ અને ચાંદીની લક્કી પરત કર્યુ
તલોદ તાલુકાના રોઝડ સ્ટેશન પર આવેલ શ્રીરામ કીરાણા સ્ટોર માં નોકરી કરતા મકવાણા ચંપક સિંહ કેસરિ સિંહ ગ્રાહકના ઘઉંનું વજન કરી રહ્યા હતા
ત્યારે તેઓને ઘઉંની બોરીમાંથી સોનાનું ૨ તોલાનું લોકીટ તથા ૨૫૦ ગ્રામ ચાંદી ની લકી મળી હતી
ત્યારે આ બાબતની દુકાન માલિક પ્રજાપતિ રામાભાઇ મંગળભાઈને જાન કરી કે અનાજની બોરીમાંથી સોનાનું લોકીટ અને સાંદીની લકી મળેલ છે.
સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ ચેક કરતા ગ્રાહકની ઓળખ થઈ અને તે ગ્રાહક પીંપલીયા ગામના વતની જેમનું નામ ઝાલા જીતેન્દ્રસિંહ અગરસિંહ હોવાનું જાણવા મળ્યુ હતુ.
દુકાન માલીક રામાભાઈએ ગ્રાહકને બોલાવી તેના સોના ચાંદીના દાગીના પરત કર્યા હતા.