અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન મોંઘી પડશે..

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન મોંઘી પડશે

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન મોંઘી પડશે..

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન મોંઘી પડશે
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન મોંઘી પડશે

 

 

ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ પેસેન્જર બંને માટે યુ ડી એફ ચાર્જ ૧૦૦ રૂપિયા હતો..

તે વધીને અનુક્રમે 700 અને 1400 થઈ શકે છે..

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરવાનો ખર્ચ રોકેટની ગતિએ વધી જાય તેવી શક્યતા છે..

એરપોર્ટ નું સંચાલન સંભાળતા અદાણી રૂપે યુઝર ડેવલોપમેન્ટ ચાર્જ(UDF) માં સાતથી 14 ગણો વધારો કરવાની માંગણી કરી છે..

આ ચાર્જ આગામી ફેબ્રુઆરી થી વધી શકે છે..

અત્યાર સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની લિ(AIAL) પર ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ પેસેન્જર બંને માટે યુ ડી એફ ચાર્જ સો રૂપિયા હતો..

હવે અદાણી જૂથે આ ચાર્જ વધારવાની માંગણી કરી છે..

તે મુજબ ફેબ્રુઆરી થી ડોમેસ્ટિક પેસેન્જર માટે ચાર્જ રૂપિયા 703 અને ઇન્ટરનેશનલ પેસેન્જર માટે ચાર્જર રૂપિયા 1400 કરવા માંગણી કરવામાં આવી છે..

આ ચાર્જ પણ દર વર્ષે વધતો જશે અદાણી જૂઠી એક ફેબ્રુઆરી 2023 થી 31 માર્ચ 2024 સુધીનો ચાર્જ ડોમેસ્ટિક માટે 703 અને ઇન્ટરનેશનલ માટે 1400 રાખવા માંગણી કરી છે.

જ્યારે એક એપ્રિલ 2024 થી 31 માર્ચ 2025 સુધીનો ચાર્જ 738 અને ઇન્ટરનેશનલ માટે ચાર્જ રૂપિયા 1470 રાખવા માંગ કરી છે.

એક એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 માટે ડોમેસ્ટિક યુ ડી એફ ચાર્જ રૂપિયા 775 અને ઇન્ટરનેશનલ માટે ચાર્જ રૂપિયા 1544 રાખવા માંગણી કરી છે.

આ ઉપરાંત ટેક્સ અલગથી લાગશે યુઝર ડેવલપમેન્ટ ચાર્જ પેસેન્જર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવે છે.

આ ઉપરાંત એરલાઇન્સ પાસે વસૂલવામાં આવતા લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવાની દરખાસ્ત છે.

આ બધા ખર્ચ ઉપરાંત એવીએશન ફ્યુઅલ ના ખર્ચ અને ડોલર રૂપિયાના રેટ ને ધ્યાનમાં લેવામાં આવે તો હવાઈ મુસાફરી ઘણી મોંઘી પડી શકે છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનો ટેરીફકાર્ડ એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ને સોપ્યો છે.

એરપોર્ટ ઓપરેટરે એક ફેબ્રુઆરી 2023 થી ચાર્જીસમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓર્થોરીટી આ અંગે સ્ટેટ હોલ્ડર્સ પાસેથી કોમેન્ટ મંગાવશે અને ત્યાર પછી નિર્ણય લેશે.

માર્ચ 2020 થી સમગ્ર વિશ્વમાં ઉડયન સેક્ટરને ફટકો પડ્યો છે.

એરપોર્ટ ઓપરેટર્સને તેમની વિસ્તરણ યોજના માટે વધારે ફંડની જરૂરિયાત છે.

ત્યારે એર લાઇસન્સ છે. એરો ચાર્જિસમાં વધારો કરવાનો વિરોધ કર્યો છે. કારણ કે ઉડયન સેક્ટરમાં જે રિકવરી આવી છે.

તેને ફટકો પડી શકે છે. અદાણી ગ્રુપ તેની ફ્લાઈટ હેન્ડલિંગ કેપીસીટીમાં ભારે વધારો કરવાની યોજના ધરાવે છે.

તેથી તે યુ. ડી એફ ચાર્જ વધારવા દરખાસ્ત કરે છે.

અમદાવાદમાં ડાયરેક્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધારવા માટે શિડ્યુઅલ પેસેન્જર માટે વેરીએબલ ટેરીફ પ્લાન વીટીપી ની દરખાસ્ત કરવામાં આવી છે.

તે મુજબ નવા સેક્ટર માટે નીચા ચાર્જીસ રાખવામાં આવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp