વડોદરા:મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા ઓચિંતી વિઝીટ

વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા ઓચિંતી વિઝીટ કરતા સફાઈ ના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે
પરંતુ સૌચાલયમાં અનેક સાધન સામગ્રી મૂકવામાં આવી છે
સાથે પાણીના કૂલરો લાખોના ખર્ચે મુકવામાં આવ્યા છે
પરંતુ પીવાનું પાણી કુલરોમાં નથી આવી રહ્યું. માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે
હોસ્પિટલમાં મેન્ટેનન્સ માટે પણ કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે
ઘણા દર્દીના સગા સંબંધીઓ દ્વારા ઘરેથી પાણીના જગ ભરી લાવવામાં આવે છે
સાથે આખી હોસ્પિટલમાં ગંદકીનું પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે
આજ રોજ સામાજીક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના અનેક નેતાઓ વિજીટ કરે છે
પરંતુ ફોટા પડાવવા માટે જ કરી રહ્યા છે
વડોદરા શહેર આરોગ્ય શાખા સાથે સર સયાજીરાવ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે
સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
અને જો આવનારા દિવસોમાં કામગીરી ની સૂચના નહીં આપવામાં આવે તો રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે.