સાતમા નોરતે ગાંધીનગરમાં ખેલૈયાઓએ અસલી મિજાજ બતાવ્યો, થનગનાટનું ગ્રાઉન્ડ પણ સાંકડું પડ્યું
નવલાં નોરતાંની શરૂઆત થયા બાદ એક સપ્તાહ કેવી રીતે પૂરું થઈ ગયું એનો અંદાજ પણ લગાવી શકાય એમ નથી.
જેમ જેમ દિવસો જાય છે એમ એમ ખેલૈયાઓમાં ઉત્સાહ વધી રહ્યો છે.
નવરાત્રિ પર્વ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે યુવાધન ઘેલમાં આવી બરાબર હિલોળે ચડ્યું છે.
ખાસ કરીને રવિવારની જાહેર રજા મળતા ઉત્સવમા ચાંદ ચાંદ લાગ્યા છે.
સાતમા નોરતે ગાંધીનગરના થનગનાટ ગરબા ગ્રાઉન્ડ પર હૈયેથી હૈયું દળાય તેટલી ભીડમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.
રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ગરબાની રમઝટ
સાતમા નોરતે ગાંધીનગરના જૂદા-જૂદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઊમટી પડ્યા હતા.
ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં.
ગાંધીનગરના થનગનાટના ગરબા મહોત્સવમાં સાતમા નોરતે ખેલૈયાઓએ અલગ અલગ સ્ટાઈલમાં રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ગરબાની રમઝટ બોલાવી હતી.