બોટાદ જીલ્લાના રાણપુર-લીમડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે ઉજવાયો ભવ્ય શરદપૂનમનો સમૈયો.મોટી સંખ્યામાં હરીભક્તો ઉમટી પડ્યા
શરદપુનમના રોજ રાત્રે રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ-કરમડ ખાતે ભવ્ય શારાદોત્સવ ઉજવાયો.વર્ષ દરમ્યાન ઘણી પૂર્ણિમા આવે છે
જેનું ખૂબ મહત્વ છે પરંતુ શરદઋતુની પૂર્ણિમાનું એક અનેરું મહત્વ છે.
આ રાત્રીને ભગવાન શ્રી કૃષ્ણએ ૬ મહિનાની રાત્રી કરી ગોપીઓ સાથે રાસ રમ્યા.
તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ પોતાના સંતો ભક્તો સાથે આ દિવસે ખૂબ રાસોત્સવ કર્યા.
અને એ પરંપરાને જાળવી રાખવા ગુરુકુલમાં પણ દર વર્ષે આ ઉજવાય છે.
આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો
જેમાં વિવિધ નૃત્ય-નાટીકા તેમજ સાથે સાથે તલવારરાસ-તલવારબાજી અને આતશબાજી નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંતોના પ્રવચન અને ગુરુવર્ય પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીએ અમેરિકાથી લાઈવ આશીર્વાદ પાઠવ્યા હતા.
આ ઉત્સવમાં યજમાન પદે કચ્છના અ.નિ. પ્રવીણ જાદવજી-ભારાસર તેમજ પ્રકાશભાઈ સોની – રાણપુર રહ્યા હતા.આ ઉત્સવમાં રાણપુર-કરમડ-ભૃગુપુર-જોબળા-નાગનેશ-કુંડલી-અળવ-છત્રીયાળા-છલાલા-લીમડી-બોરણા વગેરે ગામો માંથી મોટી સંખ્યામાં હરિભક્તો-વાલીઓ-તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને આ તબક્કે ભવ્ય સમૂહ રાસોત્સવ અને દૂધ-પૌવાના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો તમામ ભક્તોએ લાભ લીધો હતો. આ ઉત્સવને સફળ બનાવવા ગુરુકુલના પૂજ્ય સંતો તેમજ પ્રિન્સીપાલશ્રી ગઢવી સાહેબ અને શિક્ષક સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી….