મહીસાગર ની ત્રણ બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ લુણાવાડા માં ભાજપ સામે જ ભાજપ ટકરાશે…
મહીસાગર જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે
સોમવાર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ત્રણેય બેઠક પર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને
જિલ્લાની તમામ ત્રણે બેઠક પર ચિત્ર સ્પષ્ટ થયું હતું
મહીસાગર જીલ્લાની બેઠક મુજબ જોઈએ તો લુણાવાડા બેઠકમાં આઠ ફોર્મ પરત ખેંચાયા હતા
સંતરામપુર બેઠકમાંથી છ અને બાલાસિનોર આઠ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠક માટે હવે ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે
ત્રણે બેઠક માટે હવે 22 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે
જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ બસ પા અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છેડાશે
ત્યારે લુણાવાડા બેઠક પર 2017માં અપક્ષે વિજેતા મેળવી હતી
જ્યારે આ વખતે પણ જિલ્લા પ્રમુખ જે પી પટેલ પણ અપક્ષ માં ઉમેદવારી કરતા ભાજપ સામે જ ભાજપ ટકરાશે તેવી સ્થિતિ સર્જાઈ છે
મહીસાગર ની ત્રણ બેઠક ના ઉમેદવાર..
બેઠક ભાજપ કોંગ્રેસ આપ અન્ય કુલ
લુણાવાડા સેવક જીગ્નેશ કુમાર ગુલાબસિંહ ચૌહાણ નટવરસિંહ સોલંકી ૫ ૮
સંતરામપુર ડોક્ટર કુબેરભાઈ ડીંડોર ગેદાલભાઈ ડામોર પર્વતભાઈ વાગડીયા ૩ ૬
બાલાસિનોર માનસીહ ચૌહાણ અજીતસિંહ ચૌહાણ ચૌહાણ ઉદેશીહ ૫ ૮