ટીંટોઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ખુલાસપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ઇસ્લામ ધર્મના પેગંબર હજરત મોહમ્મદ સલ્લાહો અલયહે વસલ્લમ સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મીલાદની ટીંટોઇ મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં ઉજવવામાં આવ્યો હતો.
ઈદ એ મિલાદ પર્વ નિમિત્તે ટીંટોઇ યોજાયેલા ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ ભાગ લીધો હતો.
ટીંટોઇ અને મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઝુલુસ કાઢવામાં આવ્યો હતો.
ભક્તિ ઈચ્છા અપેક્ષાઓનો ત્યાગ. પ્રેમની લાગણીઓ. ધીરજ ભાષા ભાઈચારાની ભાવના નો સંદેશ ફેલાવનાર ઇસ્લામ ધર્મના પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ખુશીમાં ઈદે મિલાદ મનાવવામાં આવે છે.
અરવલ્લી જિલ્લામાં ઈદે મિલાદ નિમિત્તે હઝરત મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મદિવસની ખુશીમાં ઈદે મિલાદ પર્વ ઉજવવામાં આવે છે
ટીંટોઇ મુસ્લિમ સમાજ દ્વારા એ પર્વની ખુશીમાં ટીંટોઇ ની મસ્જિદમાં જઇ હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના મુએ મુબારક ની જારત કરવામાં આવી હતી.
તેમજ ટીંટોઇ ના કસ્બા વિસ્તારમાંથી જુલુસ કાઢવામાં આવ્યો હતો
અને ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું
ટીંટોના મુસ્લિમો દ્વારા પેગંબર સાહેબના ના જન્મદિવસની ઉલ્લાસેર ઉજવણી કરવામાં આવી હતી.