કડાણા તાલુકાના સરસ્વા ઉત્તર ગામે હત્યા ના મામલે રોષ.
સાત દિવસ પહેલા કડાણાના સરસ્વા ઉત્તર ગામે યુવાનની હત્યા કરાયેલ જે હત્યારા ઓ નહીં પકડાતા પોલીસ ની કામગીરી પ્રત્યે રોષ..
આ ઘટનામાં
અઠવાડિયા જેટલો સમય પસાર થયો હોવા છતાં ડિટવાસ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા આદિવાસી સમાજ માં રોષ ની લાગણી ને હત્યા કરનાર ને પકડવાની માંગ…
હત્યાને નજરે જોનાર મૃતકના ભાઇ દ્વારા જ ફરિયાદ અપાઈ
હોવાં
છતાંય આરોપીઓને પોલીસ છાવરી રહી હોવાના આક્ષેપથતાં
અને
કોઈ કાર્યવાહી ન થતાં સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ
ની લાગણી ભભુકેલ છે.
રોષે ભરાયેલ સમગ્ર આદિવાસી સમાજ ડીટવાસ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.અને આ બનાવ માં સંડોવાયેલા આરોપીઓ ને
ત્વરીત પકડવાની
કાર્યવાહી કરવામાં ન આવે તો મૃતકના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન આવીને સામૂહિક આત્મ હત્યા કરવાની ચીમકી આપતાં વાતાવરણ ગરમાયું.
૪૨ ગામોના આદિવાસી સમાજ દ્વારા બે દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આગેવાનો એ આપી.
ચાર રાજ્યમાંથી આદિવાસી સમાજ એકઠો થશેની આપી ચીમકી
કડાણાના આ ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બે હત્યા અને બે આત્મહત્યાના બનાવ.
🌹તસ્વીર :ઈન્દ્રવદન વ. પરીખ,
સંતરામપુર.