ગાંધીનગરમાં સ્પીકર 12 વાગ્યે બંધ થયા પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન રોકાયો
ગાંધીનગરમાં નવરાત્રીમાં બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
કોરોનાકાળનાં 2 વર્ષ પછી ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાતો હતો.
ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને અવનવી સ્ટાઈલમાં ગરબે ઘૂમ્યા હતા.
શેરીઓમાં પણ લોકો ઉત્સાહ સાથે ગરબે રમ્યા હતા.
ન્યૂ ગાંધીનગરની સોસાયટીઓમાં મોટા ભાગની સોસાયટીઓ દ્વારા અલગ-અલગ આયોજનો કરાયાં છે.
જેમાં ચા, નાસ્તાથી લઈને જમવા સુધીના આયોજનો થયા છે.
ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ
જ્યાં ક્યાંક પરંપરાગત ગરબા ગીતો, ક્યાંક હિન્દી તો ક્યાંક ગુજરાતી અર્બન ગીતો પણ ખેલૈયા ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.
રાત્રે 12ના ટકોરે બંધ થઈ જતા ગરબાં પછી ખેલૈયા અને લોકો નાસ્તાની જયાફતો માણતા નજરે પડે છે.
શહેરમાં મોડી રાત સુધી ચાલતી ખાણી-પીણીની દુકાનો, લારીઓ, સ્ટોલ પર યુવાનો બીજા દિવસના પ્લાનિંગથી લઈને અલકમલકની વાતો કરતા નજરે પડે છે.