કડાણામાં 60 દિ’માં 44 કરોડની વીજળીનું ઉત્પાદન

પ્રતીકાત્મક તસવીર:કડાણામાં 60 દિ’માં 44 કરોડની વીજળીનું ઉત્પાદન

કડાણામાં 60 દિ’માં 44 કરોડની વીજળીનું ઉત્પાદન

પ્રતીકાત્મક તસવીર:કડાણામાં 60 દિ’માં 44 કરોડની વીજળીનું ઉત્પાદન
પ્રતીકાત્મક તસવીર:કડાણામાં 60 દિ’માં 44 કરોડની વીજળીનું ઉત્પાદન

 

કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (GSECL) દ્વારા છેલ્લા 60 દિવસમાં 44 કરોડનું વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

જ્યારે અત્યાર સુધીમાં અધધ 72 કરોડની વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે.

જે ગત વર્ષની સરખામણી કરતાં બમણી જોવા મળી હતી.

જેમાં 60 મેગાવોટના 4 યુનિટ દિવસ-રાત સતત કાર્યરત રાખવામાં આવ્યા હતા.

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા જળાશય ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ચાલુ વર્ષે સારા વરસાદને લીધે ડેમ 100 ટકા ભરાયો છે.

ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં અાવે ત્યારે અા પાણી જળાશયમાં અાવેલા કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (GSECL)માં થઇને કેનાલમાં જાય છે.

જેથી પાવર પ્રોજેકટરમાં વીજળી ઉત્પન્ન થાય છે.

ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી GSECL દ્વારા અત્યાર સુધીમાં 72,75,76,000 રૂપિયાની 29,1070 MWH વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

જે ગયા વર્ષની કમાણી કરતાં લગભગ બમણી જોવા મળી હતી.

ગત વર્ષે જાન્યુઆરી 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 1,24,976 MWHનું વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું

ત્યારે ચાલુ વર્ષે માત્ર ઓગસ્ટ- સપ્ટેમ્બર બે મહિનામાં 44 કરોડ રૂપિયાની 1,75,154 MWH સુધીનું વીજ ઉત્પાદન GSECL દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં ઓગસ્ટ માસમાં 79,139 MWH અને સપ્ટેમ્બર માસમાં 96,025 MWH વીજ ઉત્પાદન સાથે 43,78,86000 રૂપિયાનું વીજ ઉત્પાદન માત્ર 60 દિવસમાં પાર પાડી ઉત્કૃષ્ટ કામગીરી સાબિત કરી હતી.

કડાણા ડેમ અત્યાર સુધી 9 જિલ્લાને સિંચાઈની સુવિધા પૂરી પાડી હરિયાળી ક્રાંતિ માટે જાણીતો છે.

ત્યારે ચાલુ વર્ષે કરોડોનું વીજ ઉત્પાદન કરી વીજ ક્રાંતિ માટે પણ સાર્થક સાબિત થયો હતો.

કડાણા GSECLમાં 60 મેગાવોટના 4 યુનિટ આવેલા છે. જે 24 કલાકમાં આશરે 80 લાખ રૂપિયાનું વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

હાલ 6300 કયુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે

ઉપરવાસમાં સારા વરસદાથી કડાણા ડેમમાં 100% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

હાલ ડેમ તેની મહત્તમ સપાટી 419 ફૂટ પર પહોંચતાં 5000 ક્યુસેક પાણીની આવક સામે 6300 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp