મિનાકયારથી વાહન ચેકિંગમાં ચોરીની બાઇક સાથે મધ્ય પ્રદેશ નો કિશોર ઝડપાયો
મિનાક્યાર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એલ.સી.બી.એ ચોરીની બાઇક સાથે એક કિશોરને ઝડપી પાડ્યો હતો.
અઠવાડિયા પહેલા કાકાના છોકરા પાસેથી 20 હજાર રૂપિયામાં ખરીદી હતી.
દાહોદ જિલ્લા એલસીબીની ટીમ મિનાક્યાર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી.
તે દરમિયાન મધ્યપ્રદેશ સેજાવાડા બાજુથી એક વ્યક્તિ નંબર વગરની બાઇક લઇ આવતા તેને ઉભી રાખવાનો સંકેત કરતા તેને બાઇક પાછી વાળી ભાગતા કોર્ડન કરી પકડ્યો હતો.
બાઇક ચાલક પાસે બાઇકના કાગળો માગતા રજૂ નહીં કરતાં તેમજ આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી એન્જિન તથા ચેચીસ નંબર આધારે પોકેટ કોપ એપ દ્વારા સર્ચ કરતા કોઇ હકીકત મળી આવી ન હતી.
જેથી બાઇક ચાલક ઘનિષ્ઠ પૂછપરછ કરતા અઠવાડિયા અગાઉ ઉડારીના કાકાના છોકરા મુકતાભાઇ અજનારે ચોરીની બાઇક હોવાનું જણાવી તેની પાસેથી 20,000માં ખરીદી હોવાની કબૂલાત કરી હતી.
જે ઝાબુઆ પોલીસ મથકમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.