દિવાળી તહેવારોમાં બજારોમાં ખરીદી કમ ભીડ જ્યાદા આવું કેમ…?
ગુજરાતમાં વિધાનસભાની આવનાર ચૂંટણીઓને લઈને રાજકીય ક્ષેત્રે દરેક પક્ષોમાં ભારે દોડધામ મચી જવા પામી છે
પરંતુ તેની અસર દિવાળીના તહેવારોને કારણે આમ પ્રજામાં નહીવ ત પ્રમાણમાં પ્રસરી છે
આમ પ્રજા દિવાળીના તહેવારોને લઈને પોતપોતાના નિવાસ સ્થાનોની સાફ-સફાઈ વગેરેમાં છે
ઉપરાંત માર્કેટમાં ખરીદી રંગ રોગાનમાં ગળા ડૂબ છે આમ છતાં વિવિધ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડે છે
અમદાવાદના ભદ્ર વિસ્તાર બાપુનગર તેમજ નાના મોટા શહેરી વિસ્તારોમાં ખરીદી માટેની મોટી ભીડ જામે છે
પરંતુ ચીજ વસ્તુઓની કિંમતો સાંભળી લગભગ પરિવારના વડીલો સંતાનો માટે જ ખરીદી કરી રહેલા જોવા મળે છે
જોકે અનેક પરિવાર ક્યાંક ક્યાંક વડીલો કે પોતાના માટે ખેંચાઈને ખરીદી કરી રહ્યા છે
જ્યારે ફટાકડા બજારમાં ખરીદી કમ ભીડ જ્યાદા દેખાય છે
અહીંના તમામ બજારોમાં મોંઘવારીની અસર સ્પષ્ટ જોવા મળે છે
લગભગ ચીજ વસ્તુઓની કિંમત 25 થી 50% વધુ છે
તેથી લોકો ખરીદીમાં કરકસર કરી પોતાના સંતાનોની ખુશી આનંદ માટે મર્યાદામાં ખરીદી કરી રહ્યા છે
પરંતુ આ બધી બાબતો વચ્ચે એક નોંધ કરવી રહી કે આવા નાના બજારોમાં તેજીનો માહોલ છે
નાના વેપારી વર્ગ મા ખુશી આનંદ છવાઈ ગયો છે જેમાં થી સરકારે બોધપાઠ લેવો જરૂરી છે કે જો સામાન્ય વર્ગના ખિસ્સામાં નાણા હશે
તો તે બજારમાં ફરતા રહેશે અને તેનો લાભ ઉત્પાદકોને પણ મળશે અને તેને પરિણામે રોજગારી વધશે
તેમ જ દેશનું આર્થિક તંત્ર ધબકતું રહેશે પરંતુ આ બાબત સરકાર સમજવા તૈયાર નથી
આ ખરીદી બજારમાં બે ત્રણ શિક્ષિત સમાજદાર પરિવારના વડીલો વચ્ચે થતી વાતો અનુસાર પહેલાની સરકારો તેમાં પણ ખાસ તો કોંગ્રેસની સરકારો પ્રજાને સમજી શકતી નથી
અને સામાન્ય લોકોના ખિસ્સાને પર વડે તેવા કરબોજ નાખતી હતી સામાન્ય વર્ગના લોકોને રોજગારી મળી રહે
તે માટે આયોજન કરતી હશે અને અત્યારની સરકાર તો આમ પ્રજાની પરેશાની વધી જાય તેવા નિર્ણયો કરી રહી છે
સામાન્ય વર્ગને નોકરી રોજગારી માટે દોડતા કરી દીધા છે
આપણા શિક્ષિત સંતાનોને માટે સરકારી નોકરીના દ્વાર બંધ કરી દીધા છે
લગભગ સરકારી જાહેર સાહસો ધનવાનોને પધરાવી દીધા છે
અને તેમાં મોંઘવારીએ હદે વધી છે કે સામાન્ય વર્ગની કેડભાગી નાખી છે
આ વાત સરકાર સમજવા તૈયાર નથી અને ગૌરવયાત્રાના દેખાડા કરે છે
આ બધું સત્તા પ્રાપ્તિ સિવાય બીજું શું હોય ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાની મોટી અસર થવા પામી છે
તો આમ આદમી પાર્ટીના સંયોજક કેજરી વાલે ગુજરાતને ગામ રોળવા માંડ્યું છે
તે સાથે લોકોને મફતમાં લાભો આપવાની જોરદાર રીતે રજૂઆત કરવા લાગ્યા છે
જેની અસર રાજ્યના કેટલાક નાના મોટા શહેરી વિસ્તારોમાં થવા પામે છે
અને આપ પોતે સરકાર રચશે તેવો દાવો કરીને એવો હાઉ ઉભો કર્યો છે કે ભાજપમાં મોટો ડર પેદા કરી દીધો છે
ત્યારે ભાજપાએ આપને રોકવા તમામ પ્રકારે એડી ચોટી નું જોર લગાવી દીધું છે
અને તેને લઈને ગુજરાતમાં અને તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત થી કે જે વડાપ્રધાન શ્રી આ ને અમિત શાહનુ હોમ ગ્રાઉન્ડ છે
ત્યાંથી ગૌરવ યાત્રા ની શરૂઆત કરી છે અને રાજ્યભરમાં યાત્રા કરનાર છે
પરંતુ માત્ર મોદીજીનો ગૌરવ યાત્રામાં જ લોક ભીડ જામી હતી.
બાકી મોદીજીના દિલ્હી જતા દીવા પાછળ અંધારું તે રીતે ભાજપના તમામ નેતાઓની ગૌરવયાત્રાનો હીયાસકો થયો છે
લોકો સોશિયલ મીડિયા પર આ ગૌરવયાત્રા બાબતે તૂટી પડ્યા છે
તેમ જ સવાલોના મારો કરી રહ્યા છે જેમાં આ ગૌરવયાત્રા શાના માટે રાંધણ ગેસના બાટલાના રૂપિયા 400 ના રૂપિયા 1100 કર્યા છે
તેના માટે વિદ્યાર્થીની મહેનત પાણીમાં જાય એમ પેપરો ફૂટે તેના માટે ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે
તેના માટે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધાર્યા તેનું ગૌરવ છે…?
ગુજરાતના ખૂણે ખૂણે દારૂ ડ્રગ્સ મળે છે અને યુવાધન તેમાં ફસાય છે તેને માટે …?
સામાન્ય વર્ગ માટેની 6500 ઉપરાંત સરકારી શાળાઓ બંધ કરી તેનું ગૌરવ છે..?
કોરોના કાળ અને ત્યારબાદ ભાસ્કરના નામે હજાર હજાર દંડ ફટકારેલ તેનું ગૌરવ છે…?
કે પછી મોંઘવારી બેરોજગારી ગરીબી વધી તેનું ગૌરવ છે…?
આ સહિત આવા અનેક સવાલોનો મારો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે આને આપણે કહીશું..? વંદે માતરમ