લુણાવાડા પંથકમાં સાંજના સમયે વરસાદી ઝાપટા પડ્યા; ખેતરોમાં ઉભા પાકને નુકશાનની ભીતિથી ખેડૂત ચિંતામાં
જે રીતે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે. તેને લઈને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યોં છે.
તેવામાં મહિસાગર જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી આસોમાં અસાઢ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે.
જેથી વાતાવરણમાં જે બફારો અને ગરમી અનુભવાય રહી હતી.
તેમાંથી ચોક્કસ લોકોને રાહત મળી છે
અને હાલ વાતાવરણ ઠંડુગાર બન્યું છે.
પરંતુ જગતના તાતના માથે મુશ્કેલીઓ વધી છે.
જગતના તાતના માથે મુશ્કેલીઓ વધી
જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીધીધારે વરસાદ વરસી રહ્યો છે.
જેના પગલે ખેતીના પાકોને નુકસાન થઈ રહ્યું છે.
પાછોતરા વરસાદના કારણે ડાંગર, મકાઈ, કપાસ જેવા પાકોને નુકસાનની ભીતિને લઈ ખેડૂત ચિંતિત બન્યો છે.
તો બીજી બાજુ સતત વરસી રહેલા વરસાદથી ઘાસચારાને પણ નુકસાન થઈ રહ્યું છે