અમરેલી માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક 10 હજાર મણ પર પહોંચી

અમરેલી જિલ્લામા નવા કપાસની આવકનો આરંભ થઇ ગયો છે. જેને પગલે યાર્ડમા કપાસની આવક પણ વધી રહી છે
અને આજે 10 હજાર મણ કપાસની આવક થઇ હતી. શીંગની આવકમા પણ વધારો થયો છે.
અમરેલી પંથકમા ઓણસાલ ચોમાસુ પ્રમાણમા સારૂ રહ્યું છે.
જેને પગલે કપાસ અને મગફળીના પાકની સ્થિતિ સારી છે.
જેણે આગોતરી મગફળીનુ વાવેતર કર્યુ તે પાક તૈયાર થઇ રહ્યો છે.
આ ઉપરાંત આગોતરા કપાસમા પણ ફાલ આવવા લાગ્યો છે. જેને પગલે હાલમા જુદાજુદા યાર્ડમા કપાસની આવક વધી રહી છે.
આ નવી સિઝનમા ખેડૂતો જુનો કપાસ પણ કાઢી રહ્યાં છે.
પરિણામ સ્વરૂપ અમરેલી માર્કેટીંગયાર્ડમા કપાસની આવક આજે 10 હજાર મણ પર પહોંચી હતી.
ખેડૂતોને કપાસનો ભાવ 1018થી 1054 સુધીનો મળ્યો હતો.
બીજી તરફ યાર્ડમા શીંગની આવકમા પણ વધારો થઇ રહ્યો છે.
આજે કુલ 1273 ગુણી મગફળીની આવક થઇ હતી.
જેમા સૌથી વધુ 425 કવીન્ટલ મોટી શીંગની આવક થઇ હતી.
આ ઉપરાંત મઠડી શીંગની આવક પણ 30 કવીન્ટલ થઇ હતી.
યાર્ડમા ખેડૂતોને મોટી શીંગનો 780થી 1243 સુધીનો ભાવ મળ્યો હતો.
બગસરા યાર્ડમાં કપાસની એક હજાર મણની આવક
બગસરા માર્કેટીંગયાર્ડ ખાતે આજે એક હજાર મણની આવક જોવા મળી હતી.
અહી ખેડૂતોને કપાસનો ભાવ રૂપિયા 1400થી લઇ 1865 સુધી મળ્યો હતો.