દીકરી રુપી વહાલ નો દરિયો આખી જિંદગી છલકા તો રહે છે. દીકરી એટલે મા બાપના કાળજા નો કટકો.

ટીંટોઇ ગામના વતની જહીર ભાઈ ભીખાભાઈ બાંડી ની પુત્રી નાજીસ ના લગ્નનું સારગીપૂર્વક આયોજન કરવામાં આવ્યુ.
જેમાં ગામના વડીલો સગા સંબંધીઓ મિત્રો એ નિકાહમાં હાજર રહી આશીર્વાદ આપ્યા હતા
સંસાર ને ભલે ગમે તેવો કરોડપતિ પિતા કેમ ન હોય. પણ કન્યાદાન અતિ હરખભેર કરતા હોય છે.
આખરે પુરા છ મહિનાની તડામાર તૈયારી પછી જેના માટે પુરા છ મહિના સુધી તૈયારી કરી હતી
એ ઘડી આવી ચડી દીકરીની વિદાય…
કોણ રોકી શક્યું છે આ ઘડીને??? આખા સંસારમાં જે ઘડી રોકી રોકાતી નથી તે ઘડી એટલે કન્યા વિદાય.
જ્યારે ટીંટોઈ ના વતની જહીર ભાઈ ની પુત્રી નાજીસની કન્યા વિદાય ની ઘડી આવી
ત્યારે પોતાની પુત્રીને મળીને પિતા ભાવુક બની દીકરીને વિદાય આપી