જેને ભાઇ માની રાખડી બાંધી તેણે હવસખોરોના હવાલે કરી

પ્રતીકાત્મક તસવીર:જેને ભાઇ માની રાખડી બાંધી તેણે હવસખોરોના હવાલે કરી

જેને ભાઇ માની રાખડી બાંધી તેણે હવસખોરોના હવાલે કરી

 

પ્રતીકાત્મક તસવીર:જેને ભાઇ માની રાખડી બાંધી તેણે હવસખોરોના હવાલે કરી
પ્રતીકાત્મક તસવીર:જેને ભાઇ માની રાખડી બાંધી તેણે હવસખોરોના હવાલે કરી

 

અમરેલીમા ચક્કરગઢ રોડ પર રહેતી એક 24 વર્ષીય પરિણિતા પર ત્રણ વિધર્મી શખ્સોએ છેલ્લા એક વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપતા છેવટે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ શખ્સોએ દુષ્કર્મ દરમિયાન બિભત્સ ફોટા અને વિડીયો બનાવી તે વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

આ મહિલાએ જે શખ્સને ભાઇ માની રાખડી બાંધી હતી તે શખ્સ જ દુષ્કર્મીઓને તેના ઘરે લઇ આવ્યો હતો.

શખ્સ તેને બહેન કહીને બોલાવતો

અમરેલીમા કાનાણીની વાડી પાસે સોસાયટી વિસ્તારમા રહેતી મહિલાએ આ બારામા અમરેલીના સાદિક અલારખ ચૌહાણ, બાબા મોબાઇલવાળા અક્રમ રૂસ્તમ ગોરી અને બહારપરામા રહેતા ઇરફાન યુનુસ પટેલ નામના શખ્સો સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જેમા તેણે જણાવ્યું છે કે તેને સાદિક અલારખ ચૌહાણ તેના બનેવી સાથે કામ કરતો હોય તેની સાથે પરિચય થયો હતો.

આ શખ્સ તેને બહેન કહીને બોલાવતો હતો અને તે તેને રાખડી પણ બાંધતી હતી.

કહેવાતા ધર્મના ભાઇ સાદિકે તેની ઓળખાણ બાબા મોબાઇલવાળા અક્રમ તથા ઇરફાન સાથે કરાવી હતી.

ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યુ

એક વર્ષ પહેલા અક્રમને લઇ સાદિક તેના ઘરે આવ્યો હતો.

અને સાદિકની હાજરીમા જ અક્રમે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી.

બાદમા તેને અલગ અલગ દિવસે ચાર વખત જુદાજુદા સ્થળે લઇ ગયો હતો

અને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ.

દરમિયાન છેલ્લા છ માસના ગાળામા ઇરફાન પટેલે પણ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ.

ઇરફાન પટેલ તેની સફેદ કલરની કાર લઇ છેલ્લા છ મહિનાથી અવારનવાર તેના ઘરે આવતો હતો

અને ઢીકાપાટુનો મારમારી છરી બતાવી તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી

​​​​​​​એક વખત તેણે સાદિકની હાજરીમા જ દુષ્કર્મ આચર્યુ હતુ

અને તે સમયે સાદિક બહારના રૂમમા ચોકી પહેરો કરતો હતો.

તેની સાથે શરીર સંબંધ બાંધતી વખતે આ શખ્સે મોબાઇલમા તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા

અને વિડીયો કલીપ પણ ઉતારી હતી. જે વિડીયો અને ફોટા વાયરલ કરી દેવાની તેને અવારનવાર ધમકી આપતો હતો.

તેના પેટમા બે માસનો ગર્ભ

ગત તારીખ 12/9 સુધી દુષ્કર્મનો આ સીલસીલો ચાલ્યો હતો.

આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પીએસઆઇ ડી.સી.સાકરીયાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

બીજી તરફ આ મહિલા હાલમા પ્રેગનન્ટ છે અને તેના પેટમા બે માસનો ગર્ભ છે.

તેણે પોલીસને જણાવ્યું હતુ કે પેટમા જે બાળક છે

તે પતિનુ છે કે ઇરફાનનુ તેની મને ખબર નથી.

અન્ય 6 શખ્સોને બિભત્સ ફોટા આપી દેવાની ધમકી

ઇરફાને આ મહિલાને એવી ધમકી પણ આપી હતી કે જો તે તાબે નહી થાય તો નગ્ન ફોટા અને વિડીયો ઇન્ડિયન મોબાઇલવાળાને તેમજ અન્ય પાંચ માણસોને આપી દઇશ.

આ શખ્સે બે વાર તેને ઠેબી ડેમ પર લઇ જઇને પણ કુકર્મ કર્યુ હતુ.

પતિને મારી નાખવાની ધમકી આપી

ઇરફાન પટેલે આ પરિણિતા પર વારંવાર દુષ્કર્મ આચરતી વખતે ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી ઉપરાંત ફરિયાદ કરીશ કે કોઇને વાત કરીશ તો તારા પતિને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

ચક્કરગઢ રોડ પર આવારા તત્વોની સતત અવરજવર

ચક્કરગઢ રોડ પર ગર્લ્સ સ્કુલ અને કોલેજો પણ આવેલી છે.

છાત્રાઓ તથા યુવતીઓને પ્રેમજાળમા ફસાવતી રોમીયોની ગેંગ આ વિસ્તારમા સતત આંટાફેરા મારતી રહે છે.

પોલીસે અહી સઘન પેટ્રોલીંગ કરી આ પ્રવૃતિ બંધ કરાવવી જરૂરી છે.

બે આરોપીની ધરપકડ કરાઇ

અમરેલી તાલુકા પોલીસના પીએસઆઇ ડી.સી.સાકરીયાએ જણાવ્યું હતુ કે આ કેસમા હાલમા સાદિક અલારખ ચૌહાણ અને અક્રમ રૂસ્તમ ગોરીની ધરપકડ કરાઇ છે.

જયારે ઇરફાન યુનુસ પટેલ હજુ નાસતો ફરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp