અમદાવાદમાં કારચાલકે યુવતીના એક્ટિવાને અડફેટે લીધું, બીજા દિવસે શરીરે ઈજાઓ છતાં ગરબે ઘૂમી અને ઈનામ પણ જીતી
નવરાત્રિના તહેવારની નાના બાળકોથી લઇ અને યુવતીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે.
ગરબા રમવાનો થનગનાટ સૌને હોય છે,
પરંતુ જો કોઈ કારણોસર ગરબા ન રમી શકાય તો ખેલૈયાનુ મન ખૂબ જ દુઃખી થઈ જાય છે.
પરંતુ અમદાવાદની એક એવી યુવતી છે,
જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ હોવા છતાં પણ દર્દ સાથે તે બીજા દિવસે મન મૂકીને ગરબા રમી હતી અને ઇનામ પણ મેળવ્યું હતું.
યુવતીનો બીજી નવરાત્રિ રાત્રે ઘરે પરત ફરતી વખતે અકસ્માત થયો હતો.
અકસ્માતમાં શરીરે તેને ખૂબ જ ઇજાઓ પહોંચી હતી, છતાં પણ તે ગરબા રમવા માટે એટલી ઉત્સાહિત હતી.
શરીરે ઇજાઓ અને દર્દ હોવા છતાં પણ હોવા છતાં પણ તે ગરબે ઘૂમી હતી.
કોરોનાના કારણે બે વર્ષ બાદ નવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવાનો મોકો મળ્યો છે ત્યારે તે દર્દ ભૂલી અને ગરબા રમી હતી.
ગરબા રમીને ઘરે જતી વેળા યુવતીના એક્ટિવાને કારે ટક્કર મારી
ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં રહેતી 19 વર્ષીય દર્શના રેવર નામની યુવતી પોતે ગરબા ક્લાસીસ ચલાવે છે.
દર્શનાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા બીજા નોરતાના દિવસે રાત્રે એક ગરબાના કાર્યક્રમમાંથી એક્ટિવા પર ઘરે પરત ફરી રહી હતી,
ત્યારે નિકોલ બ્રિજ પાસે અજાણ્યા કાર ચાલકે દર્શના એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.
જેના કારણે દર્શનાનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું અને તેને શરીરના ડાબા ભાગે ઇજાઓ થઈ હતી
મોઢાના ભાગે પણ ઈજા થઈ હતી.
શરીરના ભાગે પીઝાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતની ઈજાનું દર્દી છતાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમી
હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તે ઘરે પરત ફરી હતી.
તેના મનમાં અકસ્માત બાદ એક ચિંતા શરૂ થઈ ગઈ હતી કે, નવરાત્રિનો તહેવાર ચાલે છે
અને તેને ગરબા રમવાનો ખૂબ જ શોખ છે. પરંતુ હવે અકસ્માતના કારણે ઇજાઓ અને દર્દ છે,
તો કઈ રીતે રમીશ. પરંતુ તેને પોતાનું ગરબા રમવાના શોખને લઈ પોતે મન બનાવી લીધું હતું.
શરીર પર વાગ્યું હતું અને દર્દ પણ હતું.
છતાં બીજા દિવસે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને સાબરમતી રિવરફ્રન્ટ પર કર્ણાવતી ગરબામાં પોતે ગરબા રમવા માટે પોતાના ગ્રુપ સાથે પહોંચી હતી.
અન્યને જોઈને ગરબા રમવાનો જુસ્સો જાગ્યો
દર્શનાએ વધુમાં જણાવ્યું હતું કે, ગરબા રમવાનું શરૂ કર્યું
ત્યારે ખૂબ જ દર્દ થતું હતું. છતાં પણ પોતે મન બીજી તરફ વાળીને પોતાનો ગરબાનો શોખ અને ખેલૈયાઓ જે રીતે ગરબા રમતા હતા.
તેને જોઈને પોતાને ગરબા રમવાનો જુસ્સો જાગ્યો હતો અને ખૂબ જ શોખથી પોતે ગરબા રમવાનું શરૂ કર્યું હતું.
અકસ્માતના કારણે થયેલા દર્દને ભૂલીને પોતે ગરબા રમી હતી.
પોતાને ગરબા રમવાનો ખૂબ જ શોખ છે અને પોતે જ ગ્રુપ ચલાવે છે,
જેથી દર્દને ભૂલી અને ખૂબ જ સારી રીતે ગરબા રમતા તેને સારા ગરબા કરવા બદલ ઇનામ પણ મળ્યું હતું.