મેઘરજના પિશાલમાં સ્કૂલ નજીક મૃત પશુઓના ઢગ ખડકાતા આરોગ્ય સામે ખત્રો, વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરવામાં આવે છે કે, સુવિધા સભર શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, ત્યારે આવા દાવા ખોટા સાબિત થાય છે.
ગ્રામ્ય વિસ્તારની અનેક શાળાના વિદ્યાર્થીઓ આજે પણ ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે
મેઘરજ તાલુકાના પિશાલ ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના પાછળના ભાગમાં અસંખ્ય મૃત પશુઓના ઢગના કારણે ખરાબ દુર્ગંધ આવે છે.
જે રોગચાળાને જાણે આમંત્રણ આપતા હોય એમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ બાબતે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે,
પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પરિણામે વિદ્યાર્થીઓને દુર્ગંધ વાળા વાતાવરણમાં અભ્યાસ કરવો પડે છે.
જેને લઈ આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.
જ્યાં સુધી આ મૃત પશુઓ માટે અન્ય સ્થળની વ્યવસ્થા કરવામાં ન આવે
ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ આવશે નહીં તેમ જણાવ્યું હતું.