એક્સપ્રેસ હાઈવે પર છરી બતાવી યુવક પાસેથી 1 લાખની મતાની લૂંટ

નરોડામાં રહેતા અને પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતો યુવક સુરત કામ હોવાથી વહેલી સવારે સુરત જવા માટે એકસ્પ્રેસ હાઈવ પહોંચ્યો હતો.
આ દરમિયાન બાઈક પણ ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા
અને યુવકને માર મારી છરી બતાવીને મોબાઈલ ફોન, સહિત કુલ રૂ.1.05 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે યુવકે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લૂંટ કરી ફરાર થઈ ગયા
નવા નરોડાના ધુવેશ દેવાણી શનિવારે ભાઈ સાથે એક્સપ્રેસ હાઈવે ઊભા હતા
ત્યારે એક બાઈક પર ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા. બાદમાં અચાનક જ ધુવેશભાઈને માથામાં બોથડ પદાર્થ મારી છરી બતાવીને સોનાની ચેઈન, મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ બેંગ, સહિત કુલ રૂ.1.05 હજારની લૂંટ કરીને ધાકધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
એટલુ જ નહીં છરી બતાવીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે ધુવેશભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.