મેઘરજમાં ખેતરમાંથી જેઠ અને નાના ભાઈની પત્નીના મૃતદેહો મળ્યા, પોલીસે તપાસ હાથ ધરી
મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે જેઠ અને નાના ભાઈની વહું ગુમ હતાં, ત્યારે પરિવારજનોએ પણ બંનેની શોધખોળ હાથ ધરી હતી.
ત્યાં ગઈ કાલે બપોરે બાજુના ખેતરમાં યુવતી અને પુરુષના મૃતદેહ છે એવી જાણકારી મળતા ગ્રામજનો અને પરિવારજનોએ ઘટના સ્થળે જઇને જોયું તો ગુમ થયેલ જેઠ અને નાના ભાઈની વહુના મૃતદેહ મળી આવ્યાં હતાં.
તેની થાડી દૂરથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી.
બંને એક જ પરિવારના મૃતદેહ મળી આવતા બંનેને પ્રેમ સંબંધ હોવો જોઈએ તેવી લોક ચર્ચા પણ ઉઠી છે.
હાલ પોલીસ પણ એજ દિશામાં તપાસ કરી રહી છે જે હોય એ પરંતુ આજે તો જે જેઠ છે
એને 5 દીકરીઓ છે જે બાપ વગરની થઈ અને નાના ભાઈને બે દીકરા છે
એ પણ મા વગરના થયા છે. ત્યારે દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા.
જો કે મૃતક યુવતીના પિયારીયાઓ આવી પહોંચતા આ યુવતીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
ત્યારે સમગ્ર ઘટના અંગે મેઘરજ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.